ભાવનગરઃ એસ.ટી બસ સ્ટેન્ડનું નવીનીકરણનું કામ આરંભવામાં આવ્યું છે, ત્યારે એસ.ટીના કેશિયર વિભાગને નિયામક કચેરીની પાસે થોડા સમટ માટે ત્યાં કાર્યરત કરવામાં આવ્યું છે. આ બિલ્ડિંગમાં 27 જાન્યુઆરીની રાત્રે ચાર તાળા તોડીને તસ્કરો 8 લાખ જેટલી રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા.
ભાવનગરના S.T બસ સ્ટેન્ડના કેશિયર વિભાગમાં તસ્કરો ત્રાટક્યા, 8 લાખની ચોરી કરી - bhavnagar latest updates
ભાવનગરમાં એસ.ટી બસ સ્ટેન્ડના નવીનીકરણને કારણે કેશિયર વિભાગનું નવું બિલ્ડિંગ નિયામક કચેરીએ ફેરવવામાં આવ્યું છે. તસ્કરો ગત રાત્રે ચાર તાળા તોડી 8 લાખની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવ બનતાની સાથે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યા હતો. પોલીસે સ્થળ તપાસ કરતા તાળા તોડીને તસ્કરો પ્રવેશ્યા હતા. કેશિયર વિભાગના ચોકીદાર ત્રણ શિફ્ટમાં આવતા હોવાનું એસ.ટી વિભાગ જણાવી રહ્યું છે. ચોકીદાર હોવા છતાં ચોરી બનતા અનેક શંકાઓ સામે આવી રહી છે. જો કે, પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. એસ.ટીમાં રોજની 10થી 12 લાખની આવકને બીજા દિવસે જમા કરાવવાની હોય છે, તેથી 8 લાખ જેટલી રકમ હતી. જેને તસ્કરો લઇ ફરાર થઇ ગયા હતા. ચોરીના સ્થળ પર ચોકીદાર હતા કે, કેમ અને કોઈ જાણીતુ જ હાથ ફેરો કરી ગયો હોય તેવી પણ શંકા સેવાઇ રહી છે.