શિયાળામાં શાકભાજીના ભાવ આસમાને ભાવનગર:શિયાળાની સિઝનમાં લીલા શાકભાજી આવવાનું પ્રમાણ વધી જતું હોય છે, જેને કારણે તેના ભાવમાં પણ ઘટાડો આવતો હોય છે પરંતુ જ્યારે શિયાળાની સિઝનમાં લગ્નગાળો શરૂ થાય છે ત્યારે એ જ શાકભાજીના ભાવ આસમાને પહોંચવા લાગે છે. હાલમાં પણ લગ્નગાળો શરૂ હોય શાકભાજીના ભાવમાં તેની સીધી અસર જોવા મળી રહી છે.
ગૃહિણીના બજેટ ઉપર અસર:ભાવનગર શહેરમાં તાજા શાકભાજી આવવાનો પ્રારંભ થયો છે. દિવાળીથી ઠંડીની શરૂઆત થતાં જ લીલા શાકભાજીની આવકમાં પણ વધારો થયો હતો અને ભાવો પણ સામાન્ય થવા લાગ્યા હતા પરંતુ જ્યારે લગ્નગાળાની સિઝનનો પ્રારંભ થયો તે રીતે લીલા શાકભાજીના ભાવ પણ ઉંચકાવા લાગ્યા છે. જેની સીધી અસર આજે દરેક ગૃહિણીના બજેટ ઉપર જોવા મળી રહી છે.
"ભાવનગરમાં શિયાળાના પ્રારંભમાં શાકભાજીની આવક સારી હતી. પરંતુ હમણાં લગ્નગાળો શરૂ થયો છે તેને પગલે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. રીંગણાં 20 રૂપિયે કિલો હતા તે આજે 40 રૂપિયે કિલો છે, ટમેટા 15થી 20ના કિલો હતા તે 40 રૂપિયે કિલો થઈ ગયા છે તેવી રીતે અન્ય શાકભાજીમાં પણ ભાવવધારો થયો છે." - જીતુભાઈ, શાકભાજી વિક્રેતા
ભાવનગર શહેરમાં થોડા દિવસોથી શાકભાજીના ભાવ લગ્નગાળાના કારણે થોડા ઊંચા આવ્યા છે. શાકભાજીના ભાવમાં કિલોએ 20 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજીમાં નીચે પ્રમાણે જુના ભાવ અને હાલના ભાવ જોવા મળી રહ્યા છે.
અન્ય શાકભાજીમાં પણ કિલોએ ભાવ 15થી 30 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. શાકભાજીની આવક માપસર છે પરંતુ લગ્નગાળામાં માંગ વધવાથી છૂટક બજારમાં ભાવ વધારો જોવા મળ્યો છે.
- ખેતરથી રસોડા સુધી પહોંચતા શાકભાજી કેમ થઈ જાય છે મોંઘી, જાણો
- Junagadh News: જૂનાગઢ જિલ્લો અન્ય જિલ્લાના શાકભાજી પર બન્યો નિર્ભર