મહુવાઃ કોરોના જેવી મહામારીના સંક્રમણને રોકવા 21 દિવસના લોકડાઉનના સમયગાળામાં પણ ભાવનગરના મહુવા પંથકમાં ખૂની ખેલ ખેલાયો છે. જેમાં મહુવાના નેસવડ ગામે રહેતા વિજય ઉર્ફે વિપુલ સાંકઠ નામના યુવાનની દોઢ માસ અગાઉ થયેલી બોલાચાલીની દાઝ રાખી ચાર ઈસમોએ છરી ના ઘા ઝીંકી હત્યા કરી નાખતા ચકચાર મચી છે.
મહુવાના નેસવડ ગામે અંગત અદાવતમાં યુવાનની હત્યા - ભાવનગર ન્યૂઝ
લોકડાઉનની વચ્ચે મહુવાના એક ગામમાં હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં આરોપીઓ દોઢ મહિના પહેલાના ઝઘડાની દાઝ રાખીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. હાલ, આ ઘટનામાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
મહુવા ક્રાઈમ ન્યૂઝ
પ્રાથમિક વિગત મુજબ ચાર વ્યક્તિઓ દ્વારા ખેલાયેલા ખૂની ખેલમાં મુખ્ય ભૂમિકામાં ચિરાગ ઉર્ફે મુન્ના જપ્પન હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવના પગલે મહુવા PI સહિતનો પોલીસ કાફલો ત્યાં દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટપોર્ટમ માટે ખસેડ્યો હતો. હાલ પોલીસે આ બનાવમાં હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.