મળતી માહીતી અનુસાર આ કામના ફરીયાદી ભાવનગર જિલ્લા તથા અન્ય જિલ્લાઓમાં ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફીનું કામ કોન્ટ્રાકટથી કરતા હતા. દૈનિક વર્તમાન પત્રોમાં જાહેરાતોનું ડીઝાઇનિંગને લાગતું કામકાજ કરતી પ્રોવેલ એડવટાઇઝર્સ નામની પેઢીના સંચાલકને ભાવનગરના ડોન વિસ્તારમાં આવેલ ધ ગુજરાત રાજ્ય કો.ઓ. કૃષી અને ગ્રામીણ વિકાસ બેન્ક લી.ભાવનગરના બ્રાન્ચ મેનેજરકેતનભાઈ મહેન્દ્રભાઈ દવેને દૈનિક પત્રોમાં ખેડુતોને આપેલ લોનની વસુલાત અંગેની નોટીસોની જાહેરાત પ્રસિધ્ધ કરાવી હતી.જેથી કામ કરવા માટે બેંકના મેનેજરે રૂપિયા ૧૫,૮૦૦ની માંગણી કરી હતી.
ભાવનગરમાં કૃષી વિકાસ બેંકના મેનેજર રૂપિયા 15800ની લાંચ લેતા ઝડપાયા - Gujarat
ભાવનગર: જિલ્લાના કૃષી વિકાસ બેંકના બ્રાન્ચ મેનેજર દૈનિક પત્રોમાં આપેલ જાહેરાત કમીશન પેટે લાંચની રકમ લેતા LCB ટીમે ઝડપી પાડ્યો
કૃષી વિકાસ બેંકના મેનેજર રૂપિયા 15800ની લાંચ લેતા ઝડપાયા
જે બાદ ફરીયાદીએ લાંચ માંગવાની બાબતની જાણ LCBને કરી હતી. LCB ટીમ દ્વારાબેંક મેનેજરની લાંચ લેતા ધરપકડ કરવામાં આવી હતી.