ભાવનગરઃ ગુજરાતની 200 શાળાઓની ચિંતા કર્યા વગર રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે, વિશિષ્ટ શાળામાં અંપગ બાળકોને પ્રવેશ ન આપી તેમને સામાન્ય શાળામાં પ્રવેશ આપવા બાબતે પરિપત્ર જાહેર કર્યો હતો. આ પરિપત્રનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા અપંગ વિદ્યાર્થીઓને સામાન્ય શાળાઓમાં પ્રવેશ આપવાના આદેશ સામે રાજ્યની વિકલાંગ સંસ્થાઓએ રોષ પ્રગટ કર્યો છે.
સરકારે વિશિષ્ટ શાળામાં અપંગ બાળકોને પ્રવેશ નહીં આપવાનો કર્યો આદેશ, વિવિધ સંસ્થાઓમાં રોષ - government
ભાવનગર સહિત ગુજરાતમાં 200 જેટલી સંસ્થાઓની 200 જેટલી દિવ્યાંગ બાળકોની વિશિષ્ટ શાળાઓ આવેલી છે. આ શાળાના ભવિષ્યને અંધકારમય બનાવતો એક નિર્ણય સરકારે લીધો છે. રાજ્ય સરકારે અપંગ બાળકોની વિશિષ્ટ શાળાઓને અપંગ બાળકોને પ્રવેશ નહીં આપવાનો આદેશ કર્યો છે. જેનો વિરોધ દરેક દિવ્યાંગ સંસ્થા દ્વારા નોંધાવવામાં આવી રહ્યો છે.
ગુજરાત અપંગ સંસ્થા સંચાલક સંઘે સરકારના નિર્ણયનો વિરોધ વ્યક્ત કરી આદેશ પાછો ખેંચવા માંગ કરી છે. ભાવનગર અંધ ઉદ્યોગ શાળાના અધ્યક્ષ અને ગુજરાત અપંગ સંસ્થા સંચાલક સંઘના પ્રમુખ લાભુભાઈએ પત્રકાર પરિષદ યોજી સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો છે.
લાભુભાઈએ જણાવ્યું હતું કે, સરકારે પરિપત્ર જાહેર કરી વિશિષ્ટ અપંગ વિકલાંગ શાળાઓને વિકલાંગ અપંગ બાળકોને પ્રવેશ નહીં આપવાનો આદેશ કર્યો છે. એવા બાળકો આવે તો તેને સામાન્ય શાળાઓમાં પ્રવેશ અપાવવો તેમ જણાવવામાં આવ્યું છે. અપંગ સંસ્થાઓ મુજબ આવું કરવાથી વિશિષ્ટ શાળાઓનું પતન થઈ જશે માટે આ નિર્ણય પાછો ખેંચવા સરકારને મળશું અને છતાં નિર્ણય નહિ બદલાય તો આંદોલન કરશું.