ભાવનગર: શહેરમાં વર્ષોથી સંઘેડિયા બજારમાં બનતી ઘરની ઉપયોગી ચિઝો અને રમકડાઓ બનતા આવ્યા છે. એક સમયે સંઘેડિયા બજારમાં 24 જેટલી દુકાનો હતી, પરંતુ વિદેશી ચિઝોના આક્રમણથી ભાવનગરના સંઘેડિયાઓની હાલત ખરાબ થઈ ગઈ છે. ભાવનગરના યુવાનીથી સંઘેડિયા બજારમાં દુકાન ધરાવનાર અને પોતાની લંબાઈ જેટલી જટા ધરાવનાર જ્યારે 9 દુકાનો સંઘેડીયા બજારમાં રહી ગઈ છે, ત્યારે આજની પરિસ્થિતિને લઈને પોતાની વેદના ઠાલવી રહ્યા છે અને સરકાર પાસે આશાઓ વ્યક્ત કરી રહ્યા છે.
ચાઇના સહિત વિદેશી ચિઝોના લાગેલા ગ્રહણથી પેઢીઓનો ધંધો પતન તરફ ધકેલાયો સંઘેડિયા બજાર ભાવનગરના સ્ટેશન રોડ નજીક આવેલી છે. સંઘેડિયા બજારમાં આજથી 20 વર્ષ પહેલાં 24 જેટલી દુકાનો હતી. રમકડાં, ઘર ઉપયોગી ચિઝો બનાવવામાં આવતી હતી. જેમાં પાટલી, વેલણ હોઈ કે ઘરમાં લગાવવાની ખીતી કે ઘોડિયામાં લગાવવાના લાકડાના કટકાઓ તેની માગ હતી, પરંતુ દિવસેને દિવસે વિદેશી ચિઝો આવતા આ બધી ચિઝોનું ચલણ ઘટી ગયું અને આજે બજારમાં 9 દુકાનો રહી ગઈ છે. 9 દુકાનો સોંગઠાબાજીના લાકડાના કુકરાઓ બનાવે છે તો કોઈ ખાટલા અને ઘોડિયા તો કોઈ લગ્ન પ્રસંગમાં અપાતી નાની ફેન્સી ખાટલીઓ બનાવી પોતાના બાપ દાદાના વ્યવસાયને ટેકવીને બેઠા છે. પોતાના વાળ પોતાના શરીરની લંબાઈ જેટલા થઈ ગયા અને એ વાળની પાઘડી બનાવીને આજે પણ સંઘેડિયાનું કામ ભરતભાઇ કરી રહ્યા છે. 65 વર્ષની ઉંમરમાં તેમના પરિવાર સાથે દુકાનમાં ચિઝો બનાવે છે. રમતમાં હવે માત્ર સોગંઠાબાજીના કુકરા રહી ગયા છે તો લગ્ન પ્રસંગની ખાટલી તેમની કમાણીનું સાધન રહ્યું છે. ભરતભાઇ સાથે કામ કરતા જગદીશભાઈનું કહેવું છે કે ચાઇના અને વિદેશી ચિઝો પ્લાસ્ટિકમાં આવવાથી તેમની કમાણીના સ્ત્રોત રહ્યા નથી. એક સમયની નારગેલ જેવી રમત અને લાકડાના ખાટલા, રવાઈ સહિત અનેક ચિઝો બારેમાસ માટે સંઘેડિયાની કમાણી હતી. ઘરના પાટલી, વેલણ, ખીતી સહિત અનેક નાની મોટી ચિઝોથી સંઘેડિયાનું પરિવાર જીવતો હતો. આજે ઘોડિયા પણ સ્ટીલમાં આવતા તેનું ચલણ ઘટી રહ્યું છે, ત્યારે વિકાસ જરૂર છે પણ સરકારે વિદેશી ચિઝો કરતા સ્થાનિક ચિઝોની બજાર પર ભાર મુકવાની જરૂર છે. પેઢીઓનો ધંધો પતન તરફ ધકેલાયો ભાવનગરની સંઘેડિયા બજારમાં સંઘેડિયાઓ ધીરે ધીરે તેમની પેઢીને કમાવાનું સ્ત્રોત નહિ હોવાથી અન્ય કમાણી મેળવવા બાપ દાદાના ધંધાને છોડી રહ્યા છે, ત્યારે ભારતમાં વસતા લોકો જો પહેલેથી લોકલ અને વોકલની વડાપ્રધાને આજે સાંજવેલી નીતિમાં સમજ્યા હોત તો આજે ભારતના સંઘેડિયા જેવા અનેક વ્યવસાય બ્રાન્ડ બની ગયા હોત અને આજે એક કળા લુપ્ત થવાના કગાર પર આવી પોહચી ન હોત તે સ્પષ્ટ છે. પેઢીઓનો ધંધો પતન તરફ ધકેલાયો