- એક વર્ષ બાદ ભાવનગર-પાલીતાણા લોકલ ટ્રેન ફરી થશે શરૂ
- ભાવનગરથી પાલીતાણા પહોંચીને 30 મિનિટમાં પરત ફરશે
- ટ્રેન શરૂ થવાથી અપડાઉન કરતા લોકોની હાલાકી દૂર થશે
ભાવનગર: જૈન તીર્થનગરી પાલીતાણા જવા માટે રોજની જતી ટ્રેનો છેલ્લા એક વર્ષથી બંધ છે. ત્યારે એક વર્ષ બાદ લોકલ ભાવનગર-પાલીતાણા ટ્રેન સવાર અને સાંજ શરૂ કરવામાં આવી રહી છે. ટ્રેન સવારમાં ભાવનગરથી ઉપડીને પાલીતાણા પહોંચીને 30 મિનિટમાં પરત ફરશે અને સાંજે પણ જઈને પરત ફરશે. જોકે, ટ્રેન શરૂ થવાથી ગામડાઓનું જનજીવન અને અપડાઉન કરતા લોકોની હાલાકી દૂર થશે.
ભાવનગર પાલીતાણા લોકલ ટ્રેનનો થશે પ્રારંભ
ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ ચાલતી પાલીતાણા લોકલ ટ્રેન એક વર્ષથી બંધ છે. ત્યારે રેલવે ડિવિઝન 6 એપ્રિલથી પાલીતાણા-ભાવનગર લોકલ ટ્રેનનો પ્રારંભ કરવા જઈ રહ્યુ છે. ભાવનગરથી સવારમાં 6.30 કલાકે ટ્રેન ઉપડશે અને 7.45 કલાકે પાલીતાણા ખાતે પહોંચશે. ત્યારબાદ તુરંત 30 મિનિટ બાદ પુનઃ સવારમાં પાલીતાણાથી 8.20 કલાકે ઉપડશે અને ભાવનગર 9.55 કલાકે પહોંચશે. સાંજે પણ 5.45 કલાકે ભાવનગરથી ઉપડશે અને સાંજે 7 કલાકે પાલીતાણા પહોંચશે. ત્યારબાદ 30 મિનિટ પછી તરત જ પાલીતાણાથી સાંજે 7.20 કલાકે ઉપડશે અને ભાવનગર 8.40 કલાકે પહોંચશે.