ભાવનગર: ભાવનગરની ખાનગી શાળાઓમાં એક વર્ગમાં 25 ટકા પ્રવેશ RTE વિદ્યાર્થીને આપવામાં આવે છે. ત્યારે હાલ ચાલતી મહામારીમાં RTE વિદ્યાર્થીને શિક્ષણ મળે તો છે પણ RTE વાલીના ઘરમાં એકથી વધુ બાળક હોવાથી તકલીફો ઉભી થઇ છે. જો કે RTE વિદ્યાર્થીની સહિત દરેક શિક્ષિકા અને વિદ્યાર્થીનીની પ્રાઇવેસી સુરક્ષિત રહી છે કોઈ પણ ફરિયાદ વગર ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે.
શિક્ષિકા અને વિદ્યાર્થીનીની પ્રાઇવેસી સુરક્ષિત પણ RTE વિદ્યાર્થીને એન્ડ્રોઇડની તકલીફ - RTE વિદ્યાર્થીને એન્ડ્રોઇડની તકલીફ
RTE વિદ્યાર્થીની સહિત દરેક શિક્ષિકા અને વિદ્યાર્થીનીની પ્રાઇવેસી સુરક્ષિત રહી છે, પરંતુ હાલ ચાલતી મહામારીમાં RTE વિદ્યાર્થીને શિક્ષણ મળે તો છે પણ RTE વાલીના ઘરમાં એકથી વધુ બાળક હોવાથી અભ્યાસ કરવામાં આવી રહ્યા છે વિઘ્નો.
ભાવનગર શહેરમાં RTE હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો છે પણ કોરોનાનું ગ્રહણ શિક્ષણને લાગ્યા બાદ પ્રશ્ન શિક્ષિકાઓ અને અભ્યાસ કરતી યુવતીઓ એટલે કે વિદ્યાર્થીનીઓની સુરક્ષાને પગલે ઉભા થયા હતા. જો કે ભાવનગરમાં કોઈ સુરક્ષાને પગલે કોઈ ફરિયાદ થઈ નથી ત્યારે ભાવનગરમાં ગણી ગાંઠી બે ત્રણ શાળાઓ RTE અને અન્ય વિદ્યાર્થીઓને ઓનલાઇન એપ્લિકેશનથી અભ્યાસ કરવી રહ્યા છે. પણ RTE ના વિદ્યાર્થીઓને સુરક્ષાને બદલે અભ્યાસ બગડવાનો ડર સતાવી રહ્યો છે. RTE ના બાળકો આર્થિક સંકડામણમાં પ્રવેશ RTE નીચે મળવે છે ત્યારે આવા પરિવારમાં બે કે ત્રણ બાળકો હોઈ તેને એક સમયે એક મોબાઈલમાં અભ્યાસ શક્ય નથી અને બીજા ફોન લેવાની ક્ષમતા નથી જેનો ખ્યાલ રાખવામાં આવ્યો નથી.