ગુજરાત

gujarat

ETV Bharat / state

ધરણા કરવા જતા તળાજાના ધારાસભ્ય સહિત 3 નેતાઓની અટકાયત - એપીએલ કાર્ડ ધારકો

તળાજાના ધારાસભ્ય કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયા અનાજ વિતરણની માગ નહીં સંતોષાતા ધરણા કરવા પહોંચ્યાં હતાં. જ્યાં તેમની અન્ય ત્રણ નેતાઓ સાથે અટકાયત થઈ છે.

Talaja Congress MLA Kanubhai Baraiya detained while going to the dharana
તળાજાના ધારાસભ્ય કનુભાઈ ધરણા કરવા જતાં અટકાયત, અન્ય 3 નેતાની પણ અટકાયત

By

Published : Apr 7, 2020, 3:04 PM IST

Updated : Apr 7, 2020, 6:52 PM IST

ભાવનગરઃ જિલ્લાના તળાજાના કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયા ગઈકાલે કલેક્ટર પાસે એપીએલ કાર્ડ ધારકોને અનાજ વિતરણમાં સમાવેશની માંગ કરી હતી. જે આજના દિવસમાં નહીં સંતોષાતા ધરણાની ચીમકી ઉચ્ચારી હતી. જેથી આજ માગ નહીં સંતોષાતા ધરણા કરવા પહોચ્યા હતા અને અટકાયત કરી લેવામાં આવી હતી.

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ ગઈકાલે નાયબ કલેકટરની મુલાકાત લઇને અનાજ વિતરણને પગલે રજુઆત કરી હતી અને માગ કરી હતી. આ સાથે માગ નહી સ્વીકારાય તો ધરણા કરવાની પણ ચીમકી આપી હતી. ધારાસભ્ય કોંગ્રેસના તળાજાના ધારાસભ્ય છે. તેમને સરકારના અનાજ વિતરણમાં એપીએલ કાર્ડ ધારકોને સમાવેશ કરવા માટે માગ કરી હતી. આ માગ આજના દિવસમા ન સંતોષાય તો ધરણાની ચીમકી આપી હતી. જેથી આજે ધારાસભ્ય કલેકટર કચેરીએ પહોંચ્યાં હતા.

તળાજાના ધારાસભ્ય કનુભાઈ ધરણા કરવા જતાં અટકાયત, અન્ય 3 નેતાની પણ અટકાયત
તળાજાના ધારાસભ્ય કનુભાઈ ધરણા કરવા જતાં અટકાયત, અન્ય 3 નેતાની પણ અટકાયત
ધારાસભ્ય કનુભાઈ બારૈયા અને મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ વાળા પણ તેમની સાથે 144 કલમની વચ્ચે કલેકટર કચેરીએ પહોંચ્યાં હતા. કનુભાઈ મીડિયાને સંબોધતા હતા, તે દરમિયાન પોલીસે કઇ પણ સાંભળ્યા વિના તેમની અટકાયત કરી હતી. કનુભાઈ બારૈયાની અટકાયત બાદ મનપાના વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કલેકટર કચેરીએ ધરણા પર બેસી ગયા હતા.

થોડો સમયમાં પોલીસે પુનઃ આવીને ધરણા પર બેસેલા દરેક કોંગ્રેસી નેતાઓની અટકાયત કરી હતી. ધારાસભ્યની માગ છે કે, લોકડાઉનમાં લોકોને અનાજની તકલીફ પડે છે, ત્યારે એપીએલ કાર્ડ ધારકોને શા માટે સમાવેશ કરવામાં આવતો નથી.

Last Updated : Apr 7, 2020, 6:52 PM IST

ABOUT THE AUTHOR

...view details