ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છ ભારત અભિયાન ચલાવ્યું - Bhavnagar Municipal corporation

ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Municipal corporation)એ લગ્નગાળામાં પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા માટે નવો પ્રયોગ હાથ પર લીધો છે. લગ્ન કરનાર દીકરા દીકરી વાળા કે અન્ય કોઈ પ્રસંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નહિ કરનારને મહાનગરપાલિકા સન્માન કરશે. સમાજની જ્ઞાતિની વાડી,પાર્ટી પ્લોટ અને રેસ્ટોરન્ટ તેમજ હોટલોને પણ અપીલ કરવામાં આવશે.

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છ ભારત અભિયાન ચલાવ્યું
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છ ભારત અભિયાન ચલાવ્યું

By

Published : Nov 28, 2021, 7:19 PM IST

  • ભાવનગર તંત્ર દ્વારા "સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છ ભારત અભિયાન" ચલાવાયું
  • ભાવનગર તંત્ર દ્વારા લગ્નગાળામાં યુઝ એન્ડ થ્રો પ્લાસ્ટિક ચિઝોનો ઉપયોગ ઘટે તેવી અપીલ કરાઇ
  • પ્લાસ્ટિક ચિઝોનો ઉપયોગ ઓછો કરશે તેને તંત્ર સ્ન્મામ દ્વારા કરાશે

ભાવનગર:મહાનગરપાલિકાએ (Bhavnagar Municipal corporation) પ્લાસ્ટિક ચિઝનો ઉપયોગ બંધ કરવા નવો પ્રયોગ હાથ ધર્યો છે. ત્યારે લગ્નગાળાનો પ્રારંભ થતાની સાથે યુઝ એન્ડ થ્રો પ્લાસ્ટિક ચિઝોનો ઉપયોગ ઘટે તેવા હેતુથી મહાનગરપાલિકા સન્માન કરશે પણ તેના માટે શું કરવાનું તો ચાલો જાણીએ.


મહાનગરપાલિકાનો નવો પ્રયોગ લોકોની કામગીરી શું?
ભાવનગર શહેરમાં લગ્નગાળાનો પ્રારંભ થઇ ચુક્યો છે. ઠેર ઠેર લગ્નો યોજાઈ રહ્યા છે. ભાવનગર મહાનગરપાલિકાએ (Bhavnagar Municipal corporation) હાલમાં પ્રજાજોગ અપીલ કરી છે કે જે કોઈ લગ્ન કરનાર પરિવાર લગ્નમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરે તેમજ સૂકો અને ભીનો કચરો અલગ તારવીને ટેમ્પલ બેલ મારફત નિકાલ કરશે તેનું મહાનગરપાલિકા તરફથી સન્માન કરવામાં આવશે. ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Municipal corporation)એ પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો આવે તેવા હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના સોલિડવેસ્ટના ઇન્ચાર્જ અધિકારી ફાલ્ગુન શાહએ (Municipal Solidwaste Incharge Officer Falgun Shah) જણાવ્યું હતું કે, "સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છ ભારત અભિયાન" (Swachh Bharat Mission and Swachh Bharat Abhiyan) નીચે અપીલ કરાઈ છે કે જે લોકો સામાજિક કાર્યક્રમો કરે જેવા કે લગ્ન કે કૌટુંબિક તેવા પ્રસંગોમાં મર્યાદિત પ્લાસ્ટિકનો ઉપયોગ થાય અને 'સિંગલ યુઝ પ્લાસ્ટિક'નો ઉપયોગ ન થાય અને સૂકો ભીનો કચરો અલગ કરીને ટેમ્પલ બેલ મારફત નિકાલ કરશે તેને અમે સન્માનિત કરીશું.

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અને સ્વચ્છ ભારત અભિયાન ચલાવ્યું


આ પણ વાંચો:Ahmedabad Crime : લગ્ન પ્રસંગમાં ચોર લુટેરા સામે પોલીસ ખાનગી ડ્રેસમાં મહેમાન બનીને કરશે રક્ષણ

મહાનગરપાલિકા જાગૃતિ નવા પ્રયોગની કેવી રીતે કરશે
ભાવનગર મહાનગરપાલિકા લોકોમાં જાગૃતિ લાવવા માટે જાહેર ખબરો દ્વારા અપીલ કરી રહી છે. આ સાથે મહાનગરપાલિકા આગામી દિવસોમાં સમાજની જ્ઞાતિની વાડી, રેસ્ટોરન્ટ અને પાર્ટી પ્લોટને પણ અપીલ કરશે અને પ્રસંગ કરનાર બંનેને અપીલ કરશે અને વધુ લોકો સુધી સમાચાર પોહચડવાની કોશિશ કરી રહ્યાં છે. તેઓને પ્લાસ્ટિકના ગ્લાસ, પ્લાસ્ટિકની ડિશ, પ્લાસ્ટિક પેપર જેવી ચિઝોનો ઉપયોગ નહિ કરવા અપીલ કરી છે. ETV BHARAT મારફત પણ અધિકારીએ લોકોને અપીલ કરી છે કે, પ્લાસ્ટિક ઉપયોગ બંધ કરીને પોતાને સન્માન પાત્ર બનાવે અને લગ્નમાં પ્લાસ્ટિક યુઝ કરવામાં આવે નહિ.

આ પણ વાંચો:એક તરફ લગ્ન અને બીજી તરફ પરીક્ષા, રાજકોટમાં લગ્ન મંડપમાંથી ભાવિ પતિ સાથે પેપર આપવા આવી યુવતી

ABOUT THE AUTHOR

...view details