ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં 'સુજલામ સુફલામ યોજના' ખેડૂતો માટે બની આશીર્વાદ રૂપ - સુજલામ સુફલામ યોજના ન્યુઝ

ભાવનગરઃ જિલ્લામાં રાજ્યસરકાર પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા અનેક પ્રકારના આગોતરા આયોજન કરી રહી છે. જેમાં સુજલામ સુફલામ યોજના હેઠળના સરકારના ૩ વર્ષના આયોજનનો પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યો છે. તેમાં ભાવનગર જિલ્લામાં જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા આ વર્ષે 10 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે લોકભાગીદારીથી જળાશયો ઊંડા ઉતારવા અંગેના કામો કરવામાં આવ્યા તે હવે લોકો માટે આશીર્વાદ રૂપ બની રહ્યા છે. ખેડૂતો પણ પાણીની સમસ્યા હળવી બનતા સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.

'સુજલામ સુફલામ યોજના'
ભાવનગરમાં 'સુજલામ સુફલામ યોજના' બની આશીર્વાદ રૂપ

By

Published : Dec 3, 2019, 12:10 PM IST

“જળ એ જીવન” છે. જે આપણે સૌ જાણીએ છીએ, રાજ્યસરકાર દ્વારા રાજ્યમાં પાણીની સમસ્યાને હલ કરવા વિવિધ યોજનાઓ થકી કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં સરકારે સુજલામ સુફલામ યોજનાના ૩ વર્ષનું પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 60/40 ની લોકભાગીદારી દ્વારા જળાશયો ઊંડા ઉતારવા તેમજ તેમાં રહેલા ઝાડી-ઝાંખરાની સફાઈ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આ યોજનામાં ચાલુ વર્ષે એટલે કે, વર્ષ 2019માં ભાવનગર જિલ્લામાં જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હેઠળ 10 કરોડથી વધુ રકમના લોકભાગીદારીના કામો કરવામાં આવ્યા હતા.

સુજલામ સુફલામ યોજના હેઠળ સરકારે જે ત્રણ વર્ષનું આગોતરું આયોજન કર્યું છે જેમાં જિલ્લાના જળાશયો ઊંડા ઉતારી તેમાં વધુમાં વધુ પાણીનો સંગ્રહ થાય તે માટે લોકો પાસેથી જળાશયો અંગેની અરજી મંગાવી હતી. જેમાં 688 જેટલા જિલ્લા ભરના જળાશયોની અરજીઓ આવી હતી. તે પૈકી 318 જળાશયોને ઊંડા ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા રૂપિયા 4.59 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

ભાવનગરમાં 'સુજલામ સુફલામ યોજના' બની આશીર્વાદ રૂપ

સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરના કહેવા મુજબ તળાવોમાં પાણીનો સંગ્રહ થતા ખેડૂતોને હવે ઘણી રાહત થઇ રહી છે, જેમાં ખાસ તો ખેતરોના ઉભા પાકને પાણી આપવા માટે જમીનમાંથી જો પાણી લેવામાં આવે તો તે ખર્ચાળ બની છે. જયારે તળાવનું સીધું પાણી લેવામાં આવે તો ઘણો ઓછો ખર્ચ થાય છે.

જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા અનેક મથકો પર સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવો ઊંડા ઉતારવામાં આવ્યા છે. જે કૂવા ખાલીખમ હતા તે પણ ભરાયા છે તેના દ્રશ્યો જોઈને જ કહી શકાય કે, પાણીનો સંગ્રહ કેટલો થયો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં તો આવનારા ચોમાસા સુધી તેના તળાવોમાં પાણીના ખૂટે તેમ ભરાય ચુક્યા છે. રાજપરા, વેળાવદર, લોયંગા, લોન્ગીયાના ખેડૂતો ચોમાસાના વરસાદી પાણી જળાશયોમાં ભરાયેલા નિહાળી ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. સરકારને આ યોજના અંગે આભાર વ્યક્ત કરી રહ્યા છે અને આવી સારી યોજના થકી વધુને વધુ સારા કામો કરવામાં આવે તેવી આશા પણ વ્યક્ત કરી રહ્યા છે.

સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવો, ચેકડેમો, નદીઓ ઊંડા ઉતર્યા બાદ સારા વરસાદમાં તે ભરાય જતા વિસ્તારોમાં લીલોતરી છવાય છે. તળાવના કિનારે ખેડૂતો પોતાના માલઢોરને પાણી પાઈ રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેમજ જળાશયોમાં પાણીનો સંગ્રહ થતા ખેડૂતો હવે મગફળી, કેળ, શેરડી જેવા પાકો લઇ રહ્યા છે. ત્યારે સરકારની આ યોજના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બની છે તેમ ખેડૂતો કહી રહ્યા છે.

સુજલામ સુફલામ યોજનાનું પાયોનિયર ભાવનગર છે. કેશુભાઈ પટેલની સરકારમાં રાજપરા ખાતે સૌ પ્રથમ આ યોજના હેઠળ જળાશય ઊંડા ઉતારવામાં આવ્યા હતા. આ યોજના અંગે તજજ્ઞો હજુ પણ તેમાં જરૂરી ફેરફારો અંગે સૂચન કરી રહ્યા છે, જેથી આ યોજનાથી વધુને વધુ લોકોને લાભ મળી શકે.

ABOUT THE AUTHOR

...view details