ભાવનગર : હાલ કોરોના વાઇરસના સંક્રમણને લઈને લોકડાઉનની સ્થિતિમાં પણ વિધ્યાર્થીઓને અભ્યાસ મળી રહે તે માટે ભાવનગર જિલ્લાના કરદેજ ગામ ખાતે આવેલા કરદેજ પ્રાથમિક કન્યા શાળાના શિક્ષક રોહિતભાઈ ચૌહાણ દ્વારા પોતાની શાળાના વિધાર્થીઓ અભ્યાસથી વંચિત ન રહે તે માટે ડિજિટલ ટેક્નોલૉજીનો ઉપયોગ કરી અભ્યાસ કરાવી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
લોકડાઉનના સમયમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા અભ્યાસ કરતા કરદેજ ગામના વિદ્યાર્થીઓ...
દેશભરમાં કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે દેશમાં લોકડાઉન કરી વાઇરસના સંક્રમણને રોકવા અર્થાત પ્રયત્નો રાષ્ટ્રીય તેમજ રાજ્ય લેવલે થઈ રહ્યા છે. તેમજ કોરોના વાઇરસને લઈને શાળા તેમજ કોલેજોને પણ બંધ રાખવામા આવી છે, ત્યારે આજના ડિજિટલ યુગમાં વિધ્યાર્થીઓને અભ્યાસ માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે ભાવનગર જિલ્લાના કરદેજ કન્યા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા વિડીયો કોન્ફ્રરન્સના માધ્યમથી શિક્ષણ આપી બાળકોના સ્કિલ ડેવલોપમેન્ટ વધારવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
કરદેજ પ્રાથમિક શાળાના શિક્ષક કે જેઓ દ્વારા આશરે 125 વિધાર્થીઓને જુમ વીડિયો કોન્ફરન્સ એપ દ્વારા શિક્ષણ પૂરૂં પાડવાના લક્ષ્યાંક સાથે 10 એપ્રિલથી દરરોજ રાત્રિના 8થી 9 એક ક્લાક માટે અંગ્રેજી તેમજ કમ્પ્યુટરનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
કરદેજ કન્યા પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા વીડિયો કોન્ફરન્સ એપ્લિકેશન દ્વારા રાત્રિના 8થી 9 એક ક્લાક માટે હાલ 40થી 50 વિધાર્થીઓ દરરોજ વીડિયો કોન્ફરન્સ સાથે જોડાઈ અભ્યાસ મેળવી રહ્યા છે. તેમજ શિક્ષકના આ કાર્ય માટે વાલીઓ દ્વારા પણ સરાહના કરવામાં આવી રહી છે. હાલ કોરોના વાઇરસના સંક્રમણને લઈને ઘર પર રહી માત્ર ટીવી કે ગેમ રમી વિદ્યાર્થીઓ પોતાનો સમય પસાર કરી રહ્યા છે, ત્યારે આવા કપરા સમયમાં પણ વિદ્યાર્થી દરરોજ એક ક્લાક માટે અભ્યાસ કરી પોતાની સ્કિલ ડેપલોપમાં વધારો કરી રહ્યા છે. એક શિક્ષકની વિદ્યાર્થીઓના અભ્યાસ પર કોઈ અસર ન પડે તે માટેની ફરજને જોતા વાલીઓ પણ પોતાના ઘરે વિધાર્થીઓની સાથે બેસી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અંગ્રેજી અને કોમ્પ્યુટક વિેશેનુ જ્ઞાન મેળવી રહ્યા છે.