ભાવનગર :ભારતીય શેરબજાર મજબૂત સ્થિતિમાં હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. ભાવનગર શહેરમાં બોલ્ટમાં શેરબજારના અનુભવીઓના મતાનુસાર શેરબજાર સ્થિર છે. સરકારની સ્થિર સ્થિતિના પગલે બજાર સ્થિર રહેવાની શક્યતા છે. આ સાથે SIP માં પણ સારી સ્થિતિ નોંધાઈ છે. ત્યારે નવા આવી રહેલા IPO ના પગલે રોકાણકારોને કમાણી કરવાનો અવસર છે. જુઓ સ્થિતિ
ભારતીય શેરબજારની સ્થિતિ :ભારતીય શેરબજાર હાલમાં ઉંચી સપાટીએ આગળ વધી રહ્યું છે. બુધવારના રોજ શેરબજાર પ્લસમાં બંધ થયું હતું. 271.50 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 71657.71 ના મથાળે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 73.85 પ્લસ સાથે 21618.70 પર બંધ રહ્યો હતો. આમ બજારમાં હકારાત્મક દિશાનિર્દેશ રોકાણકારો માટે ઉત્તમ માનવામાં આવે છે. જોકે આ સાથે ચાલુ જાન્યુઆરી માસમાં અનેક IPO પણ આવી રહ્યા છે. જેમાં રોકાણકારો માટે કમાવાની ઉત્તમ તક છે.
શેરબજારના મજબૂત સ્ટોક :બુધવારના દિવસે સેન્સેક્સ 271.50 પ્લસમાં ચાલ્યો હતો. અનેક શેરમાં ઉછાળો આવ્યો હતો. શેરબજારના જાણકાર ભાવિનભાઈ જણાવે છે કે, બુધવારના રોજ માર્કેટમાં સામાન્ય તેજી જોવા મળી હતી. જેમાં પાંચ ટોપ શેરમાં સિપલા 39.85 પ્લસમાં ચાલીને 1329.20 એ પહોંચ્યો હતો. જ્યારે અદાણી ENT 83.60 પ્લસ રહી 3098, રિલાયન્સ 69.60 પ્લસ સાથે 2650, HCL TECH 31.70 પ્લસ રહી 1492.10 અને અદાણી પોર્ટ 17.25 પ્લસ રહી 1214, ICICI BANK 13.30 પ્લસ રહી 993.05 અને ટાટા મોટર્સ 8.75 પ્લસ રહી 808.25 ની સપાટીએ પહોંચ્યો હતો.