ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં મુખ્ય બજાર દાણાપીઠ સહિત અનેક દુકાનોમાં સ્વયંભૂ લોકડાઉન

ભાવનગરમાં એક દિવસમાં 38 કેસ બાદ બીજા દિવસે 21 કેસ આવ્યા છે. કોરોના વધુ કેર ફેલાવે તે પહેલાં ભાવનગરના વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. મુખ્ય બજારમાં દાણાપીઠ સહિત કેટલીક ખાદ્ય ચીજવસ્તુઓની દુકાનો સવારે 9 થી 3 સુધી ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે અને અમલવારી પણ શરૂ કરી દેવાઈ છે.

By

Published : Jul 7, 2020, 8:59 PM IST

ો
ભાવનગરમાં મુખ્ય બજાર દાણાપીઠ સહિત અનેક દુકાનોમાં સ્વયંભૂ લોકડાઉન

ભાવનગર: શહેર અને જીલ્લામાં સરેરાશ 25 કેસ રોજના આવવા લાગ્યા છે અને આઇસોલેશન વોર્ડ ધીરે ધીરે ભરાઈ રહ્યો છે. ભાવનગર શહેરમાં અનલોક-2નો પ્રારંભ થયા બાદ કેસોની સંખ્યા વધી રહી છે. ભાવનગર શહેરમાં આંકડો 407 પર પહોંચી ગયો છે.

ભાવનગરમાં મુખ્ય બજાર દાણાપીઠ સહિત અનેક દુકાનોમાં સ્વયંભૂ લોકડાઉન

શહેરના વિવિધ વિસ્તારમાંથી આવતા કેસોથી લોકોમાં ચિંતા અને ભય જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા માસ્ક પહેરવાં બાબતે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે છતાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે

ભાવનગરમાં મુખ્ય બજાર દાણાપીઠ સહિત અનેક દુકાનોમાં સ્વયંભૂ લોકડાઉન
ભાવનગરમાં વધતા કેસને પગલે ભાવનગરની બજારોમાં અસર જોવા મળી છે. ભાવનગરની મુખ્ય બજારમાં આવેલી દાણાપીઠ સહિત અન્ય ખાદ્ય સામગ્રીની દુકાનોના એસોસિએશન દ્વારા સ્વયંભૂ બંધ એટલે લોકડાઉન કરવામાં આવ્યું છે. દાણાપીઠ સહિતના એસોસિએશન દ્વારા સવારે 9 થી 3 બપોર સુધી દુકાનો ખુલ્લી રાખવામાં આવી રહી છે. સંક્રમણને અટકાવવા સ્વયંભૂ લોકડાઉન સરકાર તંત્ર અને સમાજને મદદરૂપ બની રહ્યુ છે.
ભાવનગરમાં મુખ્ય બજાર દાણાપીઠ સહિત અનેક દુકાનોમાં સ્વયંભૂ લોકડાઉન

ABOUT THE AUTHOR

...view details