ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર- અમદાવાદ હાઇ-વે પર ગમખ્વાર અકસ્માત, 1 બાળકીનું મોત, 2ને ગંભીર ઇજાઓ - Road Accident

ભાવનગર: ગોઝારા અને રક્તરંજિત હાઈ-વેની ઉપમા ધરાવતો ભાવનગર-અમદાવાદ શોર્ટ વધુ એક વખત રક્તરંજિત સાબિત થયો છે. ભાવનગર થી અમદાવાદને જોડતા હાઇ-વે રોડ પર આવેલા ખેતાખાટલી ગામના પાટિયા નજીક નિરમા કંપનીની બસ સાથે કારનો અકસ્માત સર્જાતા એક 10 વર્ષિય બાળકીનું મોત નિપજ્યું છે. તો આ અકસ્માતમાં પતિ-પત્ની સહિત ત્રણ લોકોને ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને ભાવનગરની સર.ટી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ભાવનગર- અમદાવાદ હાઇ-વે પર ગમખ્વાર અકસ્માત, 1 બાળકીનું ઘટના સ્થળે જ મોત, 2ને ગંભીર ઇજાઓ

By

Published : Jul 6, 2019, 8:57 PM IST

ભાવનગરથી અમદાવાદના જોડતા માર્ગ પર શનિવારની બપોરના સુમારે ખેતાખાટલી ગામના પાટિયા નજીક નિરમા કંપનીની બસ સાથે કચ્છના ગાંધીધામથી કાર લઈને ભાવનગર લગ્ન પ્રસંગે આવી રહેલા સિંધી પરિવારની કાર ધડાકાભેર અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ અક્સમાત એટલો ગમખ્વાર હતો કે, કારની આગળનો ડ્રાઇવર સીટ સુધીનો ભાગ બસની નીચે ઘૂસી ગયો હતો. અકસ્માત દરમિયાન કારમાં સવાર 10 વર્ષિય બાળકી વૃત્તિકાબેન રાજેશભાઈ ચેતવાણીને ગંભીર ઇજાઓ થતા તેનું સારવાર પૂર્વે જ મોત નિપજ્યું હતું. તો કારમાં સવાર રાજેશભાઈ, ધીરુભાઈ અને સારિકાબેનની હાલત અત્યંત ગંભીર હોવાથી તમામને 108 મારફતે ભાવનગરની સર.ટી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ધીરુભાઈની હાલત ગંભીર જણાવાઇ રહી છે.

ભાવનગર- અમદાવાદ હાઇ-વે પર ગમખ્વાર અકસ્માત, 1 બાળકીનું ઘટના સ્થળે જ મોત, 2ને ગંભીર ઇજાઓ

ઉલ્લેખનીય છે કે, અકસ્માતનો ભોગ બનેલો કચ્છના ગાંધીધામનો પરિવાર લગ્ન પ્રસંગ હોવાથી ભાવનગર આવી રહ્યો હતો. ત્યારે ભાવનગરથી અંદાજે 15 કિલોમીટર દૂર જ અકસ્માતનો ભોગ બનતા લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો હતો. આ બનાવની જાણ થતા ભાવનગર સિંધી સમાજના આગેવાનો સહિતનો મસમોટો કાફલો ભાવનગરની સર.ટી હૉસ્પિટલ ખાતે દોડી ગયો હતો. આ બનાવ અંગે ભાવનગર પોલીસ વિભાગ દ્વારા નિરમા કંપનીના બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજ્ય સરકાર દર વર્ષે બજેટમાં ભાવનગર-અમદાવાદ શોટ્ર રૂટને પહોળો બનાવવા માટે નાણાંકીય જોગવાઈ કરે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, આ રોડ પર સપ્તાહમાં એકાદ વખત ગોજારો અકસ્માત સર્જાય છે, જેમાં જાનહાનિથી લઈને માલહાની સર્જાય છે. પરંતુ આ સમસ્યાનું કોઇ જ કાર્યવાહિ કરવામાં આવતી નથી. આખરે તેનો ભોગ સ્થાનિકોને જ ભોગવવાનો વારો આવે છે.

ABOUT THE AUTHOR

...view details