- ભાવનગર યુનિવર્સીટીએ રિસર્ચ ફેસિલિટેશન સેન્ટર બનાવ્યું નવા મળશે સંશોધનકારો
- દરેક વિભાગના વિદ્યાર્થીઓ પ્રાધ્યાપકો સંશોધન કરી શકે માટે મળશે દિશા નિર્દેશ
- Pet ના ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે આગામી દિવસોમાં વર્કશોપનું આયોજન
- રિસર્ચ ફેસિલિટેશન સેન્ટર વર્કશોપ કરી રિસર્ચ કરનારમાં જિજ્ઞાસા, તડપ કરશે ઉભી
ભાવનગરઃ ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી(maharaja krishnakumarsinhji bhavnagar university) રિસર્ચ ક્ષેત્રે વિદ્યાર્થી(Student in the field of research) અને નવા પ્રાધ્યાપકોમાં સંશોધન ક્ષેત્રે પ્રેરણા તેમજ ભાવના કેળવવા માટે રિસર્ચ ફેસિલિટેશન(Research Facilitation Student) સેન્ટર ઉભું કર્યું છે. આ સેન્ટર આગામી માસથી વર્કશોપો કરશે અને દરેક વિષયના વિભાગના વિદ્યાર્થીઓ માટે રિસર્ચ કેમ કરવું શીતનું માર્ગદર્શન આપી દિશા નિર્દેશ પૂરું પાડશે.
વિશ્વમાં દરેક દેશો આગળ વધી રહ્યા છે ત્યારે તેની પાછળનું કારણ હંમેશા સંશોધન હોઈ છે. ત્યારે ભાવનગર યુનિવર્સીટી વિદ્યાર્થીઓ(Bhavnagar University students)અને નવા પ્રાધ્યાપકોમાં સંશોધનાત્મક વિચાર કેળવાય અને આગામી દીવસોમાં જુદા જુદા વિષયો પર સંશોધન કરવા માંગનાર વ્યક્તિને એક દિશા મળી રહે તેવા હેતુથી યુનિવર્સીટીએ રિસર્ચ ફેસીલીટેશન(Bhavnagar University Research Facility) સેન્ટર બનાવ્યું છે. જે આગામી દિવસોમાં કાર્યક્રમો થકી નવા સંશોધન કરનારને પ્રેરણારૂપી બની દિશાસુચક બનશે.
યુનિવર્સીટીનું રિસર્ચ ફેસીલીટેશન સેન્ટર હવે રિસર્ચ કેમ કરવું તે શીખવશે
ભાવનગર યુનિવર્સીટીએ રિસર્ચ ફેસિલિટેશન સેન્ટરનો પ્રારંભ કર્યો છે. નેક,GSFIR અને NIRF એ સાત ક્રાઈટેરિયા ઉપર કામ કરે છે જેમાનું એક રિસર્ચ છે. યુનિવર્સીટીના પ્રાધ્યાપક નવા હોઈ તેવા અને વિદ્યાર્થીઓ કે જેને પોતાના વિષયમાં એમ થાય કે મારે કશું શોધવું છે અથવા સંશોધન કરવું છે તો બસ ભાવના સાથે સંશોધન ક્ષેત્રમાં આગળ શકાય છે. કારણ કે યુનિવર્સીટીએ હવે રિસર્ચ ફેસિલિટેશન સેન્ટર શરૂ કર્યું છે જે સંશોધનાત્મક વિચારવાળા(Innovative thinking) વ્યક્તિને દિશા નિર્દેશ પૂરું પાડશે.
યુનિવર્સીટી હવે રિસર્ચ ક્ષેત્રે ભૂખ, જિજ્ઞાસા અને તડપ ઉભી કરશે સંશોધનાત્મક વ્યક્તિમાના