- ભાવનગરમાં પાંચ કેન્દ્રો પૈકી બે કેન્દ્ર પર મગફળીની ખરીદી પૂર્ણ
- કેન્દ્રો પર માત્ર 28 ટકા ખરીદી રજિસ્ટ્રેશનના ખેડૂતોની થઈ
- ભાવનગર રાજય મગફળીની ખરીદીમાં અગ્રેસર
ભાવનગર : જિલ્લામાં પાંચ કેન્દ્રો પૈકી બે કેન્દ્ર પર મગફળીની ખરીદી પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે હજુ ત્રણ કેન્દ્ર પર ખરીદી ચાલુ છે. જ્યારે જિલ્લાના ખેડૂતોની કેન્દ્રો પર માત્ર 28 ટકા રજિસ્ટ્રેશનની ખરીદી થઈ છે. આમ છતાં ભાવનગર રાજ્ય ખરીદીમાં અગ્રેસર છે.
ભાવનગરમાં ખેડૂતોની ટેકાના ભાવની મગફળીની ખરીદીમાં 28 ટકા રજિસ્ટ્રેશન મગફળીના પાંચ કેન્દ્રમાંથી ક્યાં ખરીદી પૂર્ણભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળી કેન્દ્ર હતું, જ્યાં ખરીદી પૂર્ણ થઈ ગઈ છે, તો ગારીયાધારમાં પણ ખરીદી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે બંને કેન્દ્ર પર આશરે એક હજારથી વધુ રજિસ્ટ્રેશન થયા હતા. જેમાં માર્કેટિંગ યાર્ડમાં આશરે 200 જેટલા ખેડૂતોની મગફળીની ખરીદી થઈ છે. હાલમાં નવું રજિસ્ટ્રેશન કરવાનું રહેતું નહિ હોવાથી ટેકા કેન્દ્ર બંધ છે.
પાંચમાંથી કેટલા કેન્દ્ર પર હાલ ખરીદી
ભાવનગરના તળાજા,મહુવા અને પાલીતાણા ખાતે મગફળીની ખરીદી ટેકાના ભાવે થઈ રહી છે. આ ત્રણ સ્થળ પર જગ્યા ઓછી હોવાને કારણે ઓછા ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે. આ ત્રણેય તાલુકામાં ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
કેટલું રજિસ્ટ્રેશન, કેટલા ખેડૂત અને કેટલી કિંમત ચૂકવાય
ભાવનગરના પાંચ કેન્દ્ર ઉપર ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે ભાવનગર અને ગારિયાધારમાં મગફળીની ખરીદી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે જિલ્લામાં પાંચ કેન્દ્ર પર 17473 ખેડૂતોનું રજિસ્ટ્રેશન થયું હતું. જેમાંથી આજ દિન સુધીમાં 11405 ખેડૂતોને SMS કરવામાં આવ્યા છે. ત્યારે 11 હજારમાંથી 3060 ખેડતો ટેકા કેન્દ્ર પર આવ્યા હતા. જેમાં 2450 પાસ થયેલા ખેડૂતો પાસેથી કુલ 4190 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે. જેની કિંમત 21 કરોડ થાય છે. ત્યારે 21 કરોડમાંથી 17 કરોડ ચૂકવાય ગયા છે. જ્યારે અન્ય ખેડૂતોએ પોતાની મગફળી બહાર વહેચી હોવાનું સામે આવ્યું છે. ત્યારે જિલ્લામાં ટેકાના રજિસ્ટ્રેશનની 28 ટકા ખરીદી થવા પામી છે.