- સારા વરસાદથી ખેડૂતોને પાકનો સારો લાભ મળ્યો
- મહુવામાં ડુંગળીનું વિક્રમજનક ઉત્પાદન થયું
- મહુવા યાર્ડમાં તા. 10થી 11 સવારના 8 વાગ્યા સુધી લાલ ડુંગળીની આવક મંજૂરી
ભાવનગર : આ વર્ષે સારા વરસાદથી ખેડૂતોને પાકનો સારો લાભ મળ્યો છે. ડેમો ભરાઈ ગયા છે અને કુવા અને ડારમાં પણ પાણીના તળ ઉંચા આવ્યા છે. શિયાળુ પાકમાં ખેડૂતો એ વધારે પ્રમાણમાં ડુંગળીની ખેતી કરી હતી. મહુવા અને આજુબાજુ પંથકમાં ડુંગળીનું વિક્રમ જનક ઉત્પાદન થયું હોવાથી યાર્ડમાં પણ ડુંગળી સમાતી નથી.