ગુજરાત

gujarat

ETV Bharat / state

ગંગાજળિયા તળાવમાં વિકાસના નામે ભ્રષ્ટાચાર આચર્યાની શંકા - Development

ભાવનગરઃ ગોહિલવાડની આન, બાન અને શાન એટલે શહેરની વચ્ચે આવેલું ગંગાજળિયા તળાવ. આ તળાવ પર હજારો પશુ પક્ષીઓ પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ મનપાના પાપે છેલ્લા એક વરસથી વિકાસના નામે ચાલતા ગોકળગતીના કામથી પક્ષીઓ પાણી વગર રઝળી રહ્યા છે. વિકાસના કામમાં ભ્રષ્ટાચાર હોઈ તેમ અડધો ઉનાળો વીતી જતાં પણ ૩૦ ટકા જેટલું બાકી છે. લોકોએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે, શાસકો વાતો કરે છે બાકી વિકાસના નામે ભ્રષ્ટાચાર કરવાના જ કામો થાય છે.

ગંગાજળિયા તળાવ

By

Published : Apr 30, 2019, 9:23 PM IST

ભાવનગરમાં છેલ્લા 22 વરસથી શાસન કરી રહેલા શાસકો વિકાસના નામે કામો શરુ કરે છે, પરંતુ ક્યારેય સંપૂર્ણ કામ પૂર્ણ કરતા નથી. સરકારે ગંગાજળિયા તળાવના વિકાસ માટે 10 કરોડ રૂપિયા ફાળવ્યા હતા તે, 1 વરસથી તળાવ ખાલી હોવા છતાં હજુ કામ ચાલુ છેને માત્ર 70 ટકા જ કામ પૂર્ણ કરવામાં આવ્યુ છે. જેની અસર આસપાસની પ્રજા પર અને પશુઓ પર મોટી સંખ્યામાં પડી છે. તળાવની આસપાસ રહેલા જુના ભાવનગરના તળ ઊંચા હતા તે, તળાવ ખાલી રહેવાથી નીચા જતા રહ્યા અને ક્યાંક ખાલી પણ થઇ ગયા છે. ત્યારે તળાવ પર નભતા હજારો સ્થાનિક પક્ષીઓ અને બહારથી આવતા પક્ષીઓ પાણી માટે વલખા મારી રહ્યા છે. પ્રજા પણ હવે તંત્રના પાપને પગલે રોષે ભરાઈ છે અને થઇ રહેલા કામોમાં ભ્રષ્ટાચારની ગંધ હોવાનું વિપક્ષ આક્ષેપ કરી રહ્યા છે.

ભાવનગર મહાનગર સેવા સદન

તળાવ ખાલી રહેવાથી આસપાસના લોકોને પાણીના ફાફા પડ્યા છે. તો પોપટ અને ફ્લેમિંગ જેવા પક્ષીઓ તળાવના પાણી પર નભતા હતા જેની પણ સંખ્યા નહિવત થઇ ગઈ છે. જો કે, તળાવ સાવ ખાલી કરી દેવામાં આવ્યું છે, મેયરને પણ અધિકારીઓ ગણતા ન હોઈ તેમ પાણી પણ વેસ્ટ વેય્રનું ભરવામાં આવ્યું નથી. ઈટીવીની ટીમ જ્યારે ઈન્ટરવ્યું લેવા પહોંચી ત્યારે મેયરે જવાબદાર અધિકારીને ફોન દ્વારા જાણ કરી અને અગાઉ નક્કી કર્યા મુજબ પાણી નહી ભરવા બાબતે ખખડાવ્યા હતા. જેને પગલે મેયરે પણ બુધવારે તળાવમાં પંખીઓ માટે પાણી ભરવામાં આવશે તેમ જણાવ્યું હતું. અને વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બે બુનિયાદી હોવાનું કહી છેદ ઉડાડ્યો હતો.

ભાવનગરમાં બે દાયકાથી સત્તામાં રહેલા શાસકો મોટી મોટી વાતો કરી જાણે છે અને વિપક્ષ વાતોથી વિરોધ કરીને પેટ ભરી લે છે. આ બધાને સરવાળે તો, પ્રજાને જ સહન કરવું પડે છે, પણ તંત્ર આંખ આડા કાન કરીને વિકાસના કામમંથી પોતાની કમાણી તરે છે. પ્રજાનું જે થવું હોઈ તે થાય તેમ કામગીરી કરી રહ્યા છે. હવે જોવાનું તે રહ્યુ કે, મનપા હજુ પણ પંખીઓ માટે પાણી ભરશે કે માત્ર પોતાના જ રોટલા શકશે.

ABOUT THE AUTHOR

...view details