ગુજરાત

gujarat

ETV Bharat / state

બોલો લ્યો..! નાની પાણિયાળી શાળામાં ચોરી થતાં ફરિયાદ સાત દિવસ બાદ નોંધાવી

ભાવનગરના પાલીતાણાના શેત્રુંજી ડેમ પાસે આવેલી નાની પાણીયાળી કેન્દ્રવર્તી શાળામાં (Theft in Nani Paniyali School) તસ્કરોએ ખાતર પાડ્યું છે. 15 માર્ચે રાત્રે ચોરી થઈ અને CCTV કેમેરા હોવા છતાં કશું હાથ લાગ્યું નથી. ચોરી બાદ ફરિયાદ (Theft Case in Bhavnagar) પણ સાત દિવસ બાદ કરવામાં આવી છે. જાણો કેમ

બોલો લ્યો..! નાની પાણિયાળી શાળામાં ચોરી થતાં ફરિયાદ સાત દિવસ બાદ નોંધાવી
બોલો લ્યો..! નાની પાણિયાળી શાળામાં ચોરી થતાં ફરિયાદ સાત દિવસ બાદ નોંધાવી

By

Published : Mar 23, 2022, 11:34 AM IST

ભાવનગર : પાલીતાણા શેત્રુંજી ડેમ પાસે આવેલી કેન્દ્રવર્તી શાળામાં તસ્કરો (Theft in Nani Paniyali School) કળા કરી ગયા છે. કમ્પ્યુટર સેટ સહિત ટીવી ઉઠાવી ગયા છે. પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં શિક્ષકે સાત દિવસ (Theft Case in Bhavnagar) બાદ ઘટનાની ફરિયાદ નોંધાવી છે.

બોલો લ્યો..! નાની પાણિયાળી શાળામાં ચોરી થતાં ફરિયાદ સાત દિવસ બાદ નોંધાવી

આ પણ વાંચો:અમદાવાદઃ પોલીસ બનવા માંગતો યુવક ચઢ્યો ચોરીના રવાડે, લાખોની ચોરીને આપ્યો અંજામ

ચોરીમાં શુ શુ લઈ ગયા -ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમ પાસે આવેલી નાની પાણીયાળી ગામની કેન્દ્રવર્તી શાળામાં 15 માર્ચના રોજ કેટલાક તસ્કરોએ શાળાને નિશાન બનાવી હતી. શાળાની ઓફિસનો નકુચો તોડીને તસ્કરો (Theft at Bhavnagar School) પ્રવેશ કરીને કોમ્પ્યુટર, સીપીયુ, કી બોર્ડ અને માઉસ સાથે 42 ઇંચનું ટીવી પણ લઈને છુમંતર થઈ ગયા છે. 16 માર્ચે શાળાએ આવતા શિક્ષકને અન્ય શિક્ષકે ફોન કરી જાણ કરી હતી. આચાર્યએ શાળાએ જઈને તપાસતા ઓફિસમાંથી ઉપર મુજબની ચિઝો ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.

આ પણ વાંચો:Crime In Ahmedabad: રખિયાલમાં મોબાઈલ ચોરીની આશંકાએ આધેડની હત્યા, ઈસ્ત્રીથી આપ્યાં ડામ

CCTV ટીવી હોવા છતાં તસ્કરો દેખાયા નહિ -નાની પાણીયાળી કેન્દ્રવર્તી શાળામાં CCTV લાગેલા હતા. પરંતુ ડીજીટલ યુગ પ્રમાણે ચોર પણ ડીઝીટલ બનતા જાય છે. CCTVના ડ્રાર્ક વાયરો તોડી નાખ્યા હતા. જો કે એક શખ્સ કેમેરામાં થોડા ક્ષણ માટે કેદ થાય છે. શાળામાં આચાર્ય જીતેન્દ્ર જોશીએ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં (Palitana Rural Police Station) સાત દિવસ બાદ ફરિયાદ લખાવી છે. ફરિયાદમાં આચાર્યએ મોડી ફરિયાદ પાછળ ચાર દિવસ હોળી ધુળેટીની રજા હોય પોતાના વતન અમદાવાદ ગયા હોવાનું કારણ રજૂ કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details