- લોકો માટે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી
- કાટમાળ સાત દિવસમાં ઉઠાવી લેવાનો રહેશે
- કાટમાળ નહીં ઉઠાવે તો, 10 હજાર સુધી દંડની જોગવાઈ કરી
ભાવનગર: શહેરમાં રસ્તા પર કોઈ મકાનનો કાટમાળ કે ઇંટ, રેતી જેવી ચીઝો રાખીને વહેંચાણ કરતા હોય તેવા લોકો માટે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી છે. કાટમાળ સાત દિવસમાં ઉઠાવી લેવાનો રહેશે. જો એમ નહિ કરવામાં આવે તો 10 હજાર સુધી દંડની જોગવાઈ કરવામાં આવી છે. જો કે બીજો સવાલ આ મુદ્દા પર મનપા સામે ઉભો થાય છે કે, વાવાઝોડાને પગલે વૃક્ષોનો ખરાબો અને વૃક્ષો હજુ રસ્તા પર અડચણરૂપ છે.
બાંધકામનો તૂટેલો કાટમાળ 7 દિવસમાં દૂર કરવા તાકીદ કરી
ભાવનગર શહેરની જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, તેઓ દ્વારા કરવામાં આવતા નવા બાંધકામ, રિપેરીંગ તેમજ રીનોવેશનનું કામ પૂર્ણ કર્યા બાદ વધતો કન્સ્ટ્રકશન એન્ડ ડીમોલીશન (C & D) વેસ્ટનો કમિશ્નર 12/12/2018નાં જાહેરનામાંમાં જણાવ્યા મુજબના નિશ્ચિત કરાયેલા સ્થળો રૂવાપરી રોડ, ગોરડ સ્મશાન પાસે ખુલ્લી જગ્યા તથા રૂવાપરી રોડ, પારસીના ભીસ્તા પાસેની ખુલ્લી જગ્યામાં નિકાલ ન કરતા તેને કોઈપણ જગ્યા તેમજ જાહેર રોડ ઉપર ટ્રેક્ટર- ટ્રોલી કે અન્ય વાહનો દ્વારા નિકાલ કરતા હોવાનું ધ્યાને આવેલું છે.
આ પણ વાંચો: AMC દ્વારા 93 કન્સ્ટ્રક્શન સાઇટને નોટિસ આપી 810 મજૂરોનો ટેસ્ટ કરતાં પાંચ કેસ પોઝિટિવ આવ્યાં
બિલ્ડીંગ મટીરીયલનું વેચાણ કરતા શખ્સો દ્વારા બાંધકામ મટીરીયલ જેવું કે ઇંટો, રેતી, કપચી વિગેરેને જાહેર રસ્તાઓ ઉપર રાખી રોડ પૈકીની જગ્યાનું દબાણ કરી બાંધકામ મટીરીયલનું વેચાણ કરતા હોવાનું ધ્યાને આવેલું છે. જે ખુબ જ ગંભીર બાબત છે. આથી જે કોઈ આસામીઓ દ્વારા કન્સ્ટ્રકશન એન્ડ ડીમોલીશન (C & D) વેસ્ટને રોડ / ખુલ્લી જગ્યામાં નાખવામાં આવેલા છે. તેને દિવસ 7 માં દુર કરી ઉક્ત જણાવેલા નિશ્ચિત સ્થાન પર તેનો સત્વરે નિકાલ કરવાનું જણાવવામાં આવે છે.