ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટીદાર અનામત આંદોલનનો સળવળાટ, કથીરિયાની જેલમુક્તિ માટે આવેદનપત્રો અપાયા - Election

ભાવનગરઃ લોકસભા ચૂંટણીનું ગુજરાતમાં મતદાન પૂર્ણ થતાં જ પુન: પાટીદાર અનામત આંદોલનનો સળવળાટ શરૂ થયો છે. પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશ કથીરિયાની જેલમુક્તિની માંગ સાથે સમગ્ર રાજ્યમાં અપાયેલા આવેદનનો સિલસિલો ભાવનગરમાં પણ યથાવત જોવા મળ્યો છે. ભાવનગર પાસની ટીમે જિલ્લા કલેકટરને આવેદન પાઠવી તાકીદની અસરથી અલ્પેશ કથીરિયાને જેલ મુક્ત કરવા માંગ કરી હતી.

કથીરિયાની જેલમુક્તિ માટે આપ્યુ આવેદન

By

Published : Apr 29, 2019, 5:52 PM IST

ગત લોકસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનનું રણશિંગુ ફૂંકાયું હતું જેણે જોતજોતામાં જ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. જો કે પાટીદાર અનામત આંદોલનની લગામ હાથમાં લેનાર હાર્દિક પટેલ હાલ રાજકીય પક્ષ સાથે જોડાઈ જતા પાટીદારોને અનામતના લાભ આપવાની માંગ સાથે આગળ ધપાવી રહેલા આંદોલનના સંયોજક અલ્પેશ કથીરિયાના જેલવાસ સામે આજે તેની જેલમુકિતની માંગ સાથે ઠેર-ઠેર જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. ભાવનગર કલેકટરને પણ ભાવનગર પાસની ટીમે આવેદન આપી અલ્પેશના જેલમુકિતની માંગ કરી છે.

કથીરિયાની જેલમુક્તિ માટે આપ્યુ આવેદન

કેન્દ્રમાં બેઠેલી એન.ડી.એ સરકાર અને ગુજરાતમાં 25થી વધુ વર્ષોથી શાસન ચલાવી રહેલી ભાજપ સરકારના શાસનમાં મગફળીકાંડ, તલાટી ભરતી કૌભાંડ, LRD ભરતી કૌભાંડ, તુવેર કૌભાંડ આચરનારા છે. ત્યારે પાટીદાર સમાજ માટે અનામતની માંગ લઇને નીકળેલા યુવાનને જેલ શા માટે..? એવો વેધક સવાલ પણ આવેદનમાં રજૂ કરવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણી પૂર્ણ થતાં જ પાટીદાર અનામત આંદોલન સમીતિએ અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની શરૂ કરેલી ચળવળ આગામી દિવસોમાં પૂર્ણ પાટીદાર અનામત આંદોલનના ઉગ્ર સ્વરૂપની તૈયારીનો ચિતાર આપતી નજરે પડે છે. જોવું રહ્યું કે આગળ પાસની રણનીતિ શું રહે છે???

ABOUT THE AUTHOR

...view details