ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં કોરોનાના નવા 5 કેસ પોઝિટિવ, વધું 1નું મોત

સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે ભાવનગરમાં વધુ નવા પાંચ કેસ સામે આવ્યા છે. ત્યારે જિલ્લામાં કુલ આંકડો 6 પર પહોંચ્યો છે. આ ઉપરાંત એક વ્યક્તિનું મોત થતાં ભયનો માહોલ છવાયો છે અને જિલ્લામાં મોતનો 2 પર પહોંચ્યો છે.

Etv Bharat, Gujarati News, Bhavnagar News, Corona News
ભાવનગરમાં નવા પાંચ કેસ

By

Published : Mar 30, 2020, 11:48 AM IST

ભાવનગર: શહેરમાં કોરોનાનો એક કેસ સામે આવ્યો હતો અને તેનું મોત થયું હતું. તંત્રની ભૂલે ભાવનગરમાં આવી ગયેલા કેસ બાદ હવે પોઝિટિવ કેસો સામે આવવા લાગ્યા છે. ગત્ત રાત્રે બાકી રિપોર્ટનો જવાબ આવી ગયો અને કેસ પોઝિટિવ હોઈ કોઈ જવાબદાર અધિકારીએ પુષ્ટિ કરી નથી અને હવે તંત્ર પોઝિટિવ દર્દીના વિસ્તાર સિલ કરવામાં લાગ્યું છે. આ પાંચ પૈકી 45 વર્ષીય જેસરની મહિલાનું મોત થતા ભાવનગરનો મૃત્યુ આંક 2 થયો છે.


ભાવનગરમાં એક પણ પોઝિટિવ કેસ શરૂઆતમાં જોવા મળતો ના હતો, પરંતુ એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને મોત થયું હતું. સ્થાનિક તંત્રની ભૂલ હોવાથી પ્રથમ દર્દી ઘરમાં રહ્યો હતો અને બાદમાં તેનું મોત થયું હતું, ત્યારે હવે મૃતક દર્દીના સંપર્કમાં આવેલા લોકોને કારણે કોરોના ફેલાવાનું શરૂ થઈ ગયું છે. ગત 11માંથી 6ના રિપોર્ટ આવ્યા બાદ પાંચના રિપોર્ટ બાકી હતા જેને લઈને ગત રાત્રે પાંચના રિપોર્ટ પોઝિટિવ હોવાનું સોશિયલ મીડિયામાં વાઇરલ થયું હતું. પણ બીજા દિવસ સવાર સુધી જવાબદાર અધિકારીઓ તેના પર સ્પષ્ટતા કરી નહીં અને મામલો ગુંચવાતો રહ્યો હતો.

ભાવનગરમાં સવારમાં પોલીસ એક્શનમાં આવી અને કલેક્ટરે કેટલાક લોકોને પુષ્ટિ કરીને કહ્યું હતું કે, રિપોર્ટ પોઝિટિવ છે. જેમાં ચાર ભાવનગરના વ્યક્તિઓ છે અને એક જેસરની મહિલા છે. જેસરની મહિલાનું સારવારમાં મોત નીપજ્યું છે.

કોરોનાના એક પણ કેસ ના હોઈ એ જિલ્લામાં અચાનક પાંચ કેસ સામે આવતા લોકડાઉનની પાલન કરવાની વ્યવસ્થા પર સવાલ ઉભો થાય છે. આ સાથે ક્વોરેનટાઇન કરેલા વ્યક્તિન પર બાઝ નજર રાખવાની વ્યવસ્થા પર પ્રશ્ન ઉભો થયો છે. તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવું પડે તેમ હવે વિસ્તારો સિલ કરીને તંત્ર હાશકારો માની રહ્યું છે. જોવાનું એ રહેશે કે, ભાવનગરમાં અચાનક આવેલા પાંચ કેસ બાદ આ સીલસીલો આખરે ક્યાં જઈને અટકે છે અને કેટલા લોકોને મોતના મુખમાં કોરોના વાઇરસ ધકેલે છે.

ABOUT THE AUTHOR

...view details