નોંઘણવદર ગામે રહેતા શામજીભાઈના મકાનને ભૂ માફિયાઓ દ્વારા પાડી કબ્જો કરી લેવામાં આવ્યો હતો. ગરીબ પરિવાર દ્વારા પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશને જાણ કરતા પાલીતાણા રૂરલ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. પરિવારના મકાન પાડી દેતા પરિવારને હિજરત કરવાની પડી રહી છે. આ મામલે તંત્ર દ્વારા યોગ્ય પગલા ભરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
પાલીતાણામાં લુખ્ખા તત્વો અને ભૂમાફિયાઓનો ત્રાસ - several
ભાવનગર: પાલીતાણા તાલુકાના નોંઘણવદર ગામે ભૂમાફિયા અને જમીનો પચાવી પાડનારા લેભાગું તત્વોથી ગ્રામજનો પરેશાન થયા છે. નોંઘણવદર ગામે રહેતા દલિત શામજીભાઈ ગોહિલના પરિવારના મકાન ગામના માથાભારે શખ્સ અને ભૂમાફિયા લોકો દ્વારા પાડી દેવામાં આવ્યા હતા.
સ્પોટ ફોટો
પાલીતાણા તાલુકામાં આવી ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે શું? આ માથાભારે લોકો પોલીસથી ડરતા નથી કે શું? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે! આ ગરીબ પરિવારને ન્યાય મળે તેવું ગ્રામજનો તંત્ર પાસેથી અપેક્ષા રાખી રહ્યા છે અને આવા ભૂમાફિયાઓને પોલીસ પકડી કાયદેસરની કાર્યવાહી કરે તેવું આ ભોગ બનનાર પરિવાર ઈચ્છી રહ્યો છે.