ભાવનગરઃ શહેરમાં થોડા ઘણા સમયથી ગુનાહિત પ્રવૃતિઓ વધી જતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગરના કાળાનાળા વિસ્તારના ઉપર્કોટમાં આધેડની તીક્ષ્ણ ઘા જીકીને હત્યા કરી દેવામાં આવ્યા બાદ સિંધી સમાજે બંધ પાળીને વિરોધ કર્યો હતો. જાહેર રસ્તા પર આધેડની હત્યા બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આધેડની હત્યા બાદ સિંધી સમાજનું બંધ : સિંધી વિસ્તાર જડબેસલાક બંધ - bhavanagar sindhi community
ભાવનગરમાં ગુનાહિત પ્રવૃતિઓ કરનારા બેફામ છે અને છાસવારે બનાવો બની રહ્યા છે. રવિવારે આધેડની હત્યા બાદ હવે લોકો સહન કરવા ન માગતા હોય તેમ વેપાર ધંધા બંધ રાખીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ભાવનગરમાં સિંધી સમાજે પોતાના વિસ્તારની બજારો અને દુકાનો બંધ રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો.
અનિલ રાહેજા નામના 43 વર્ષીય યુવાનની હત્યા થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હત્યા પાછળ જૂની અદાવત હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. પોલીસે મૃતદેહ લેવા માટે પરિવારને જણાવતા પરિવાર દ્વારા આનાકાની કરવામાં આવી હતી. જેથી પોલીસે મનામણા કરાવીને પરિવાર સ્વીકારવા પોલીસે મનામણાં કરીને મૃતદેહ સ્વીકારવામાં આવે, તે પ્રયાસમાં સફળ થઈ હતી.
આધેડની હત્યા બાદ સિંધી સમાજે સોમવારે પોતાના વિસ્તારની બજારો અને દુકાનો બંધ રાખી હતી. સિંધી સમાજે બંધ પાળીને તંત્રને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, બનતા બનાવો હવે સહન થતા નથી. જોકે, પરિવારની માગ છે કે, પહેલા આરોપીને ઝડપી લેવામાં આવે. પોલીસના હાથવેંતમાં આરોપીઓ હોવાનું માનવામાં આવી રહ્યું છે