- હાદાનગરમાં થયેલી હત્યાના બે આરોપી ઝડપાયા
- પૈસાની લેવડદેવડના કારણે કરાઇ હતી હત્યા
- પોલીસે 2 શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ભાવનગરઃ જિલ્લાના હાદાનગર વિસ્તારમાં 20 ડિસેમ્બરના રોજ રાત્રે ત્રીજી કલાકમાં બીજું મર્ડર થયું હતું. હત્યા પાછળ પૈસાની લેવડદેવડ કારણભૂત હોવાનું સામે આવ્યું છે પોલીસે 2 શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગરમાં પૈસાની લેતીદેતી બાબતે હત્યા, 2 આરોપી ઝડપાયા ભાવનગર શહેરમાં 20 ડિસેમ્બરના રોજ હત્યાનો બનાવ
ભાવનગર શહેરમાં 20 ડિસેમ્બરના રોજ હત્યાનો બનાવ બનતા શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. હાદાનગર વિસ્તારમાં યુવકની હત્યાની ઘટના બની હતી. યુવકને તીક્ષ્ણ હથિયાર વડે હુમલામાં ગંભીર રીતે હત્યા કરાઇ હતી. જેમા ઘાયલને ASP દ્વારા સારવાર અર્થે પોતાના વાહનમાં હોસ્પિટલ ખસેડયા હતા પરંતુ સારવાર પહેલા જ તેમનું મોત થયુ હતું. પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
પૈસાની લેવડદેવડ બાબતે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો
ભાવનગર શહેરના રેલવે વિભાગમાં કામ કરતા જયદીપ બાબુભાઇ મકવાણાન પર પૈસાની લેવડદેવડ બાબતે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. યુવક પર હથિયાર વડે હુમલો થયાની ઘટનાની જાણ થતાં ASP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને ગંભીર હાલતમાં નિહાળતા ASP દ્વારા પોતાના પોલીસ વાહનમાં યુવકને હોસ્પિટલ લઇ જવાયો હતો પરંતુ સારવાર મળે તે પહેલા જ યુવકનું મૃત્યું થયું હતુ. પોલીસે હત્યાનો ગુહનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
શા માટે બન્યો હત્યાનો બનાવ અને કોણ ઝડપાયા આરોપી
પ્રથમ હત્યામાંથી પરત ફરી રહેલા ASPને રસ્તામાં આવતા હાદાનગરમાં ઘટના નજર સામે આવતા તપાસ કરતા એક યુવકને ગંભીર હાલતમાં જોતા તેને પોતાના વાહનમાં હોસ્પિટલ ખસેડ્યો હતો પરંતુ તેનો બચાવ થઇ શક્યો ન હતો. બનાવ બાદ પોલીસે આરોપી શક્તિ અને લાલો બંન્નેને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓએ પૈસાની લેતી દેતીમાં ઉશ્કેરાઈને હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે બંને આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.