ભાવનગરઃભાવનગર પાસે આવેલા ધોલેરાના ગોગલા ગામે રહેતા એક યુવાનની હત્યા થઈ છે. ભાવનગર શહેરના કુમુદવાડી વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરતા યુવાન હર્ષદ ઠાકરશી ભાઈ જાપરીયા જ્યારે પાનની દુકાન હતો ત્યારે આ ઘટના (IPC 302 Murder) બની હતી. ત્રણ શખ્સોએ પેટના ભાગે છરીના ત્રણ ઘા ઝીંકી દેતા ગંભીર હાલતમાં હોસ્પિટલ સારવાર હેતું ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મોત (Murder Case bhavnagar) નીપજ્યું હતું.
ભાવનગરમાં રત્ન કલાકાર યુવાનની છરીના ઘા ઝીકી હત્યા - Bhavnagar Rular Murder case
ભાવનગર શહેરમાંથી હત્યાની (Murder Case bhavnagar) ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ભાવનગર પાસે આવેલા ધોલેરાના ગોગલા ગામે રહેતા અને ભાવનગર શહેરમાં કુમુદવાડી વિસ્તારમાં રત્નકલાકાર તરીકે કામ કરતા યુવાનની હત્યા થઈ છે. પાનની દુકાન પાસે આવેલા 3 અજાણ્યા શખ્સોએ પેટ પાસે છરીના (IPC 302 Murder) ઘા મારી દેતા યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી.
પોલીસે પગલાં લીધાઃઆ સમગ્ર ઘટના સામે આવતા પોલીસનો કાફલો દોડી ગયો હતો. પોલીસે ગુનેગારને પકડવા માટે કાયદેસરના પગલાં લીધા હતા. 3 અજાણ્યા શખ્સો પાનની દુકાને આવી અચાનક ધસી આવી યુવાનને પેટના ભાગે છરીના ઘા મારીને ફરાર થઈ ગયા હતા. છરી લાગવાને કારણે યુવાન લોહી નીતરતો થઈ ગયો હતો. યુવાનને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં એની ટૂંકી સારવાર બાદ મૃત્યું નીપજતા મામલો હત્યામાં પલટાયો હતો. મૃતક યુવાન હર્ષદભાઈ ઠાકરસીભાઈ જાપડીયાનો હાથ બાઈક લઈને જઈ રહેલા શખ્સોને અડી જતા યુવાન સાથે બોલાચાલી થઈ ગઈ હતી.
મામલો ગરમાયોઃ પછી મામલો બિચકતા પેટના ભાગે છરીના ઘા ઝીકી શખ્સો બાઈક પર બેસીને ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે સીસીટીવી તપાસ હાથ ધરી છે. આસપાસની દુકાનોના સીસીટીવી પણ તપાસ્યા છે. તેમ છતાં હજુ સુધી આરોપીઓની કોઈ ભાળ મળી નથી.