ભાવનગર : ગાંધીનગર ખાતે મહિલા એલઆરડી પોલીસ ભરતીનો રોષ ભાવનગરમાં ઠાલવવામાં આવ્યો છે. ભાવનગર ઓબીસી અધિકાર મંચે મુંડન અને સરકારનું બારમું કર્યું હતું. ભાવનગર શીતળા માતાજીના મંદિર પાસે કાર્યક્રમ યોજીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
LRD પરીક્ષાનો વિરોધ કરતી ગાંધીનગરની યુવતીઓના સમર્થનમાં ભાવનગરમાં મુંડન - ભાવનગર ઓબીસી અધિકાર મંચ
ભાવનગર OBC હક અધિકાર મંચે ગાંધીનગરમાં 47 દિવસથી વિરોધ કરતી યુવતીઓના સમર્થનમાં સરકારનું બારમું કરીને મુંડન કરાવ્યું હતું. તેમજ હિન્દૂ સમાજના મૃતકના સમયની વિધિની રીતે રિવાજો કરવામાં આવ્યા હતા. તેમજ સરકારને ચીમકી ઉચ્ચારી હતી કે, નિર્ણય નહિ થાય તો આગામી દિવસોમાં સરકારને ઉખેડી ફેંકવાની તાકાત આ સમાજમાં છે.
ભાવનગર
ગાંધીનગર 47 દિવસથી આંદોલન કરી રહેલી OBC, SC, STની બહેનો સામે સરકાર નહિ જોતા ભાવનગર ઓબીસી અધિકાર મંચે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં 21 લોકોએ મુંડન કર્યું હતું. સરકારનું બારમુ રાખીને બેસણું પણ ગોઠવ્યું હતું. તો બીજી તરફ સમાજના નિયમ પ્રમાણે કાણ લઈને આવવામાં આવી હતી. તેમજ સંગઠનના પ્રમુખે જણાવ્યું છે કે, જો વહેલી તકે નિર્ણય નહિ થાય તો આગામી ચૂંટણીમાં ઓબીસી એસએસટી સમાજ સરકારને ઉખેડી ફેકશે.