ભાવનગરઃ શહેરમાં તંત્ર દ્વારા પાન મસાલાના હોલસેલ વેપારી પર કાર્યવાહી હાથ ધરાઇ છે. તોલમાપ અને તંત્રના બીજા વિભાગ દ્વારા શહેરમાં આવેલી હોલસેલ વેપારીની દુકાનો પર કાર્યવાહી કરી હતી.
ભાવનગરમાં પાન મસાલાના હોલસેલ વેપારીઓ પર MRPને લઈને તપાસ કરાઈ - Wholesaler of Pan Masala
ભાવનગર શહેરમાં તોલમાપ ખાતા અને તંત્રના બીજા વિભાગ દ્વારા પાન મસાલાના હોલસેલ વેપારીઓ પર MRPને લઈને તપાસ કરવામાં આવી હતી અને વિવિધ દુકાનો પર કાર્યવાહી કરી હતી. સાથે જ કેટલોક જથ્થો પણ સિલ કરવામાં આવ્યો હતો.
ભાવનગરમાં પાન મસાલાના હોલસેલ વેપારીઓ પર MRPને લઈને તપાસ કરાઇ
ભાવનગરના વોરા બજારમાં આવેલી હોલસેલ દુકાનો પર MRPને લઈને તપાસ કરવામાં આવી હતી. તંત્રએ તપાસ કરવામાં આવતા અનેક વેપારીઓ દુકાન બંધ કરીને ભાગ્ય હતા.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેટલોક જથ્થો પણ સિલ કરવામાં આવ્યો હતી. જો કે ભાવનાગરમાં લોકડાઉન 3 સુધી ચારથી 5 ગણી કિંમત ઉઘરાવી હોવાની ફરિયાદો સામે આવી હતી. તંત્રએ આજની કામગીરી કરતા વ્યસનીઓમાં આનંદ છવાઈ ગયો હતો અને આવી કામગીરી કરવામાં આવતી રહે તેવી માગ પણ કરી હતી.