ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગર જિલ્લામાં વધુ 61 કોરોના કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 771 પર - Corona cases in bhavnagar

રાજ્યમાં કોરોના મહામારીને કારણે દરેક ક્ષેત્રની આર્થિક સ્થિતિ પર અસર થઈ છે. કોરોનાના વધતા જતા કેસને કારણે માનવજાત મુશ્કેલીઓમાં મૂકાયું છે. ત્યારે, ભાવનગર જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાં 33 અને જિલ્લામાં 28 મળીને 61 પર આંકડો એક દિવસનો પહોંચ્યો છે.

ભાવનગર જિલ્લામાં વધુ 61 કોરોના કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 771 પર
ભાવનગર જિલ્લામાં વધુ 61 કોરોના કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 771 પર

By

Published : Jul 15, 2020, 8:41 PM IST

ભાવનગર: જિલ્લામાં કોરોના કેસ 1 હજાર સુધી પહોંચવાને નજીક છે. 771 કુલ કેસ બાદ સ્વસ્થ થવાની ટકાવારી 286 જ રહી છે. જો કે નામ અને વિગત જાહેર નહી કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેરમાં વધતા કેસને પગલે અફવાનો દોર શરૂ થઈ ગયો છે. મહાનગરપાલિકાએ અચાનક નામ અને વિસ્તારના નામ આપવાનુ બંધ થતાં લોકોમાં ચિંતા વધી ગઈ છે કે, હવે બહાર જવામાં કે કોઈ સ્થળ પર જતાં ભય લાગે છે. નામ કે વિસ્તાર ખ્યાલ હોઈ તો લોકો જાતે પોતાની કાળજી લઈ શકે પણ તંત્રએ આ રીતે નામ અને વિસ્તાર આપવાનું બંધ કરીને લોકોને મોતના ચકરડામાં મૂકી દીધા હોઈ તેમ લાગી રહ્યું છે.

રોજના 20 કેસ સુધી તંત્રએ નામ જાહેર કર્યા અને બાદમાં આંકડો 40 પર રોજનો પહોંચતા અચાનક નામ અને વિસ્તાર જાહેર કરવાનું બંધ કરતા લોકોના મનમાં એક જ પ્રશ્ન ઉભો થાય છે.

ભાવનગરમાં 15 જુલાઈના રોજ 61 કેસ સામે આવ્યા છે. જેમાં 33 કેસ ભાવનગરના છે અને શહેરમાં એક મોત નીપજ્યું છે. જ્યારે, મનપા વિસ્તારમાં 12 લોકો સ્વસ્થ થયા છે અને જિલ્લામાં 11 લોકો સ્વસ્થ થયા છે. કુલ કેેસનો આંકડો 771 સુધી પહોંચ્યો છે. જેમાં 462 પોઝિટિવ કેસ છે. જ્યારે સ્વસ્થ 286 લોકો થયા છે.

કોંગ્રેસ નામ અને વિસ્તાર જાહેર નહીં કરવાને કારણે 16 જુલાઈના રોજ કમિશનરને રજૂઆત અને આવેદન આપવાની છે. વધતા કેસને પગલે નામ જાહેર ના કરવા પાછળ તંત્ર શુ છુપાવા માગી રહી છે તેવો પ્રશ્ન કોંગ્રેસે હવે ઉભો કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details