ભાવનગરઃ શ્રાવણ માસમાં આવતા રક્ષાબંધન એટલે બ્રાહ્મણોની બળેવ કે જે દિવસે બ્રાહ્મણો પોતે શરીર પર ધારણ કરેલી જનોઈ બદલતા હોઈ છે જનોઈ બદલવા માટે વર્ષનો એક માત્ર દિવસે હોય છે. જેમાં એક સાથે બધા એકઠા થઈને વિધિવત રીતે પૂજાપાઠ સાથે જનોઈ બદલતા હોઈ છે. તેથી અનલોક 3 ની ગાઈડલાઈન મુજબ બ્રાહ્મણો એકઠા થઇ જનોઈ બદલી શકે તે માટે મંજૂરી સનાતન ધર્મ ઉત્કર્ષ સમિતિ દ્વારા માગવામાં આવી છે.
ભાવનગરમાં બ્રાહ્મણો માટે જનોઈ બદલવા રક્ષાબંધનના દિવસના પગલે મંગાઈ મંજૂરી
ભાવનગર શહેરમાં આગામી દિવસોમાં આવી રહેલા રક્ષાબંધન પર્વ નિમિત્તે શહેરમાં ભાઈઓને તેની બહેનો જરૂર રક્ષા રૂપે રાખડી બાંધશે પણ આ જ દિવસે બ્રાહ્મણો માટે બળેવનો દિવસ કહેવામાં આવે છે. આ દિવસે બ્રાહ્મણોએ ધારણ કરેલી જનોઈ બદલવાનો દિવસ હોય છે. તેથી બળેવના દિવસે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકઠા થતા હોય છે, ત્યારે કોરોનાની મહામારીમાં એકઠા થવામાં જરૂર વિઘ્ન આવશે.
ભાવનગર શહેરમાં આગામી દિવસોમાં આવી રહેલા રક્ષાબંધન પર્વ નિમિત્તે શહેરમાં ભાઈઓને તેની બહેનો જરૂર રક્ષા રૂપે રાખડી બાંધશે પણ આ જ દિવસે બ્રાહ્મણો માટે બળેવનો દિવસ કહેવામાં આવે છે આ દિવસે બ્રાહ્મણોએ ધારણ કરેલી જનોઈ બદલવાનો દિવસ હોય છે. તેથી બળેવના દિવસે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકઠા થતા હોય છે, ત્યારે કોરોના મહામારી એકઠા થવામાં જરૂર વિઘ્ન આવશે.
બ્રાહ્મણોની બળેવ એટલે એક તહેવાર તરીકે ઉજવતા હોઈ છે. ભાવનગર સનાતન ધર્મ ઉત્કર્ષ સમિતિએ બળેવના દિવસ નિમિત્તે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. સનાતન ધર્મ ઉત્કર્ષ સમિતિએ માગ કરી છે કે, બ્રાહ્મણો માટે જનોઈ બદલવાની જૂની પરંપરા છે અને દરેક બ્રાહ્મણ પોતાના સમાજની વાડીમાં એક સાથે આ દિવસે એકત્રિત થાય છે અને વિધિવત રીતે જનોઈ બદલતા હોઈ છે, ત્યારે તંત્ર દ્વારા એક દિવસ માટે જનોઈ બદલવા માટે મંજૂરી આપવામાં આવે તેવી માગ કરાઈ છે..
સનાતન ધર્મ ઉત્કર્ષ સમિતિએ કરેલી માગ સાથે કોવિડ-19ને પગલે સરકાર દ્વારા પાડવામાં આવેલી ગાઈડલાઈનનું જરૂરથી પાલન કરવામાં આવશે. જેમાં ડિસ્ટન્સ, સેનેટાઇઝ અને માસ્ક જેવી વ્યવસ્થા સાથે જનોઈ બદલવામાં આવશે તેવી બાંહેધરી પણ સનાતન ધર્મ ઉત્કર્ષ સમિતિ દ્વારા આપવામાં આવી છે..