ગુજરાત

gujarat

ETV Bharat / state

અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપનારો શખ્સ વાંકાનેરથી ઝડપાયો - ભાવનગર ન્યૂઝ

ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટેશનનો આરોપી નાસ્તો ફરતો હતો. જે ભાવનગર આઈજી ટીમ આરઆરસેલના હાથે લાગી ગયો હતો. ભાવનગરની ટીમ વાંકાનેરમાં હતી, તે દરમ્યાન ફરાર આરોપી ઝડપાયો હતો.

man who threatened to kill by uttering abusive words was caught in Wankaner
અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપનાર શખ્સ વાંકાનેરથી ઝડપાયો

By

Published : Aug 21, 2020, 6:56 PM IST

ભાવનગરઃ ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટેશનનો આરોપી નાસ્તો ફરતો હતો. જે ભાવનગર આઈજી ટીમ આરઆરસેલના હાથે લાગી ગયો હતો. ભાવનગરની ટીમ વાંકાનેરમાં હતી, તે દરમ્યાન ફરાર આરોપી ઝડપાયો હતો. આરઆરસેલ ટીમે આરોપીને ઝડપીને ભાવનગર બોરતળાવ પોલીસને સોંપી દીધો છે.

ભાવનગર શહેર જિલ્લામાં ગુમ થયેલા અને સગીર વયની ગુમ યુવતીઓને શોધવા માટે ભાવનગર આઈજી રેંજની આરઆરસેલ ટીમ કાર્યયત છે. ત્યારે ભાવનગરની આરઆરસેલને જૂના ગુન્હાનો આરોપી મળી આવ્યો હતો. આરઆરસેલની ટીમ તપાસમાં હતી, ત્યારે વાંકાનેર ખાતે નાસ્તો ફરતો ભાવનગર બોરતળાવ પોલીસ સ્ટેશનનો આરોપી ઝડપાઇ ગયો હતો.

આરોપી ભાવનગરમાં કાર લે વેચનો ધંધો કરતો હતો અને બાદમાં એક તકરાર બાદ ગુન્હો બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. અનવર ઉર્ફે અડવાણી અબુભાઈ ઠેબા 28 વર્ષના સામે ફરિયાદ નોંધાઈ હતી. જેને પગલે આરઆરસેલએ તેને વાંકાનેરથી ઝડપીને બોરતળાવ પોલીસને સોંપી દીધો છે. મૂળ જૂનાગઢ પંથકના મજેવડી ગામનો રહેવાસી છે. ત્યારે ભાવનગર આર આર સેલની સફળતાએ પોલીસના એક ગુન્હાની સમસ્યા હલ કરી દીધી છે.

ABOUT THE AUTHOR

...view details