ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ઇટિયા ગામે શુક્રવારે મોડી રાત્રીના 2થી 3 વાગ્યા આસપાસના સમયે ઈટીયાના સિમ વિસ્તારમાં રહેતા અશોકભાઈ પરમારની 11 વર્ષની પુત્રી શોભના તેમના પિતા સાથે રહેણાંક મકાન ના ફળીયામા સૂતી હતી તે સમયે જંગલ વિસ્તારમાંથી નરભક્ષી દીપડાએ સુતેલા પરિવારની પુત્રીને પોતાનો શિકાર બનાવી 5 કી.મી. દૂર લઈ જઈ ફાડી ખાધી હતી.
ભાવનગરમાં દિપડાએ સુતેલી બાળકીનો કર્યો શિકાર - gujarat
ભાવનગરઃ જિલ્લાના ઈટીયા ગામે અનેક પશુઓનો ત્રાસ જોવા મળે છે. ત્યારે ઇટીયા ગામમાં શુક્રવારે મોડી રાત્રીના પોતાના પિતા સાથે રહેણાંક મકાનમાં સુતેલી 11વર્ષની બાળકીને નરભક્ષી દીપડાએ બાળકીનો શિકાર કર્યો હતો.
ઈટીયામાં દિપડાએ સુતેલી બાળકીનો કર્યો શિકાર
રાત્રી દરમિયાન દીપડો બાળકીને લઈ જતા પરિવાર અને ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરતા વનવિભાગની ટિમ દ્વારા શોધ ખોળ કરતા બાળકીનું મોઢાના ભાગે ખાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ફોરેસ્ટ ટીમ દ્વારા મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે પાલીતાણા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.ઘટનાના પગલે ઇટીયા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. ત્યારે ફોરેસ્ટ ટિમ દ્વારા દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરવામાં આવી છે.