- એક એવું વ્યક્તિત્વય કે જેણે દેશ અને દુનિયામાં ભારત અને મહુવાનું નામ રોશન કર્યું
- નવી પેઢીના લોકો કદાચ વીરચંદ ગાંધીથી હશે અજાણ
- વીરચંદ રાઘવજી ગાંધી કે જેમણે શિકાગો ખાતે સંબોધી હતી ધર્મસભા
ભાવનગર: આજે આપણે વાત કરીશું વીરચંદ ગાંધીના વ્યક્તિત્વ વિશે વર્ષ 1864 ની 25 ઓગસ્ટે અને તિથિ પ્રમાણે જન્માષ્ટમીના દિવસે ભાવનગર જિલ્લાના મહુવામાં નગર શેઠ રાજીવજી તેજપાલજી ગાંધીના ઘરે પુત્ર રત્નનો જન્મ થયો તેનું નામ રાખવામાં આવ્યું રાજીવજી
રાજીવજીનો અભ્યાસ કાળ
રાજીવજીનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મહુવામાં પૂરું કર્યું હતુ. બાદ વધુ શિક્ષણ અર્થે ભાવનગર અને ત્યાંથી મુંબઇ ગયા 16 વર્ષેની ઉંમરે તેઓ મેટ્રિકની પરીક્ષામાં ભાવનગર જિલ્લામાં પ્રથમ સ્થાનથી ઉત્તીર્ણ થયા હતા. જે બદલ તેમને સર જસવંત સિંહજી શિષ્યવૃત્તિથી સન્માનિત કરવામાં આવ્યા હતા બાદમાં તેઓ મુંબઈની એલફ્રિષ્ટન કોલેજમાં કાયદાશાસ્ત્રની ડિગ્રી મેળવી સ્નાતક થયા કે જે ગુજરાત જૈન સમાજની પ્રથમ બેરિસ્ટર વ્યક્તિ હતા.
રાજીવજી ધર્મનું કરતા હતા આચરણ
વર્ષ 1893માં શિકાગો ખાતે યોજાયેલા ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ સ્વામી વિવેકાનંદે કર્યું હતું અને વીરચંદ તેમના સમકાલીન હોવાથી વીરચંદની ખૂબ પ્રશંસા કરી હતી અને શિકાગોના ઠંડા વાતાવરણમાં પણ શુધ્ધ શાકાહારી અને જૈન ધર્મનું આચરણ કરતા હોવાથી તેઓ સૌ કોઈને પ્રિય બન્યા હતા. જેની નોંધ ધ બફેલો કુરિયર નામના અમેરિકન અખબારે લીધી હતી.
એક એવું વ્યક્તિ કે જેણે દેશ અને દુનિયામાં ભારત અને મહુવાનું નામ રોશન કર્યું
- નવી પેઢી ના લોકો કદાચ વીરચંદ ગાંધી થી હશે અજાણ
- વીરચંદ ગાંધી કે જેમણે શિકાગો ખાતે સંબોધી હતી ધર્મસભા
- સ્વામી વિવેકાનંદ , મહાત્મા ગાંધી ના હતા તેઓ મિત્ર
- ભારતિય ટપાલ વિભાગ દ્વારા તેઓ ની સ્મૃતિ માં રૂપિયા પાંચ ની પોસ્ટલ ટિકિટ પણ જાહેર કરી
- 1990 ના દશક માં મહુવા માં એક ચોક ને વીરચંદ ગાંધી ચોક અને પ્રતિમા અનાવરણ કરવામાં આવી
- વીરચંદ ગાંધી અનેક વિધ મેડલો થી સન્માનિત થયા છે
- હાલ તેમનું ઘર નહીં પણ મ્યુઝિયમ વધારે લાગે છે .
ફેફસામાં રક્તસ્રાવ થવાના કારણે તેમનું અ વસાન થયું