ભાવનગરઃ શહેરમાં આવેલા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા લોકોની હાલત ખરાબ હોવાનું સામે આવ્યું છે. આનંદનગર વિસ્તારના કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા મધ્યમ ગરીબ વર્ગને ખાવા પીવાના ફાંફા પડી રહ્યાં છે. ત્યારે તંત્ર તેમની સમસ્યા સામે આંખ આડા કાન કરી રહ્યું છે.
કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા લોકો જણાવી રહ્યાં છે કે, તંત્રએ જરૂરિયાત માટે સંપર્ક નંબર તો આપ્યા પણ સેવા કશું મળતી નથી. જેથી અમને મુક્ત કરવા અથવા તો અમારી જરૂરિયાતો પૂર્ણ કરે તેવી માગ કરી રહ્યા છે.
કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા લોકોને પડી હાલાકી, મુક્ત કરવા તંત્રને કરી માગ ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવ કેસ આવતા દર્દીઓના રહેણાંક વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. હાલ, સરકારી ચોપડે 12 જેટલા કન્ટેન્ટમેન્ટ ઝોન છે, ત્યારે આનંદનગરના કેસમાં દર્દીઓ સ્વસ્થ થઈને તેમના ગામ જતા રહ્યા છે. જેમની કોઈ નોંધ લેવાઈ ન હોવાનું લોકો જણાવી રહ્યાં છે. કેટલાંક લોકો હાલ પણ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં છે. જેમને 14 દિવસ વીત્યા બાદ પણ મુક્ત કરવામાં આવ્યાં નથી. જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા લોકોને પડી હાલાકી, મુક્ત કરવા તંત્રને કરી માગ આ લોકોને હાલત એટલી કફોળી બની છે કે, તેમની હાલ, ખાવાના પૈસા નથી, ત્યારે તંત્ર તેની માગ સામે આંખ આડા કાન કરી રહ્યું છે. જેથી રોષે ભરાયેલા લોકો જણાવી રહ્યાં છે કે, અમને મુક્તિ આપે નહિતર અમારી જરૂરિયાત પૂર્ણ કરે જો તેમ નહીં થાય તો અમારી આ દુર્દશા માટે તંત્ર જવાબદાર રહેશે.
ભાવનગર કન્ટેન્ટમેન્ટ ઝોનમાં દીપ એપાર્ટમેન્ટમાં રહેતા 9 થી 10 પરિવારો છે. જેમાંથી રોજનું રળીને પેટ ભરતા પરિવારને મુશ્કેલી ઉભી થઇ છે. એટલે તેમણે તંત્ર દ્વારા બહારથી ચીજો મેળવવા માટે કન્ટેન્ટમેન્ટ ઝોનના લોકોનો સંપર્ક કર્યો હતો. પરંતુ તેમની તરફથી પણ કોઈ મદદ મળી રહી નથી. જેથી તેઓને ભૂખમરીનો સામનો કરી રહ્યાં છે, ત્યારે મોટી-મોટી જાહેરાતો કરતું તંત્ર મગનું નામ મરી પાડવા તૈયાર નથી.
આમ, શોભાના ગાંઠિયા બનેલા હેલ્પલાઈન નંબરથી કોઈ મદદ મળતા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા લોકોએ મુક્તિ મેળવવાની માગ કરી છે. જો તેમ નહી થાય તો તેમને તંત્ર સામે વિરોધ નોંધાવવાની ચિમકી ઉચ્ચારી છે.