ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલિતાણામાં કમળા ઉતાસણીની ભવ્ય ઉજવણી કરાઇ - કદમ્બગિરી ડુંગર

જિલ્લાના પાલિતાણા તાલુકાના કદમ્બગિરી ખાતે દર વષૅ મુજબ આ વષે પણ કમળા ઉતાસણીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ કદમ્બગિરી ડુંગરની ટૂંક પર પહોંચ્યા હતા. જયાં હોલીકા દહન કરવામાં આવ્યું હતું.

કમળા ઉતાસણીની ભવ્ય ઉજવણી કરાઇ
કમળા ઉતાસણીની ભવ્ય ઉજવણી કરાઇ

By

Published : Mar 9, 2020, 2:37 AM IST

ભાવનગર : જિલ્લાના પાલિતાણા તાલુકાના કદમ્બગિરી ગામે આવેલા પવૅત પર હજારો વષૅ પૂર્વે માં કમળાઈ સાક્ષાત પ્રગટ થયા હતા અને ફણા સ્વરૂપે સમાયા હતા. સૌરાષ્ટ્રનું એકમાત્ર મંદિર અત્રે આવેલું છે. પાલિતાણાથી જેસર જતાં માગૅ પર આવેલા કદમ્બગિરી ગામને અડીને વિશાળ પવૅત શ્રૃંખલા માં કદમ્બગિરી પવૅત પર માં કમળાઈ હાજરા હજૂર બિરાજે છે. જ્યાં પ્રતિવર્ષ કમળા ઉતાસણીની ભવ્ય ઉજવણી અહીં કરવામાં આવે છે. જેના દશૅનનો લ્હાવો લેવા દૂર દૂરથી હજારોની સંખ્યામાં માઈભકતો પધારે છે.

કમળા ઉતાસણીની ભવ્ય ઉજવણી કરાઇ

કમળાઈ માતા દેવસ્થાન ચૅરીટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ નવરાત્રિઓ તથા ખાસ પ્રતિવર્ષ ફાગણસુદ ચૌદશ એટલે કે કમળા ઉતાસણીની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. મંદિરના પટાંગણમાં છાણા, લાકડા ગોઠવી હોળી તૈયાર કરવામાં આવે છે અને સૂયૉસ્ત થતાંની સાથે પ્રગટાવવામાં આવે છે. જેના દશૅન માટે જિલ્લાના ખૂણે ખૂણેથી માનવ મહેરામણ ઉમટી પડે છે. આ સ્થળનો ઉલ્લેખ પ્રાચીન અવૉચિન યુગના પુરાણો-પુસ્તકોમાં આજે પણ અકબંધ છે. અનેક દેવ તથા દંતકથાઓનો ઝાઝરમાન ઈતિહાસ ધરાવતા આ સ્થળે વષૅ ભર જેમાં ચોમાસાની ઋતુમાં લોકોની સંખ્યા વધી જાય છે. આજે કમળા ઉતાસણી નિમિત્તે દર વષૅની પરંપરા મુજબ હોળી પ્રગટાવી અર્વાચીન ઈતિહાસ તાજો કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details