ગુજરાત

gujarat

119 દેશની દરિયાઈ મુસાફરી કરનાર જુલિયસ પટેલ, સી-મેન બુકમાં અનોખો રેકોર્ડ

By

Published : Feb 5, 2020, 3:27 PM IST

ગુજરાતનાં ભાવનગર જિલ્લાનાં ઘોઘા શહેરના રહેવાસી ૭૫ વર્ષની ઉંમર ધરાવતા વ્યક્તિએ 119 દેશની દરિયાઈ મુસાફરી કરેલી છે. 119 દેશની મુસાફરી કરનાર જુલિયસ પટેલેની સી-મેન બુકમાં 33 શીપ અને 119 દેશની મુસાફરીનો દસ્તાવેજી ઇતિહાસ અંકિત થયેલો છે. 6 જૂન, 1947ના રોજ ઘોઘામાં જન્મેલા જુલિયસભાઇ કહે છે કે, ઇન્ડિયન ટ્રાન્સ્પોર્ટ મિનીસ્ટ્રી હેઠળ આવતી મર્ચન્ટ નેવીમાં નાવિક તરીકેની તાલીમ લઇને સી-મેન બુક પ્રાપ્ત કરેલી હતી.

ગુજરાત
ગુજરાત

ભાવનગરઃ ભાવનગર જિલ્લાનાં ઘોઘા તાલુકાના 75 વર્ષના જુલિયસ પટેલ કે, જેઓએ દુનિયાના 192માંથી 119 દેશ જોયેલા છે. ઘોઘાના જુલિયસ પટેલે વિશ્વનાં 119 દેશોની સફરનો રેકોર્ડ ધરાવે છે, તેમજ તેમની આ સફરને સી-મેન બુકમાં 33 શીપ અને 119 દેશની મુસાફરીનો દસ્તાવેજી ઇતિહાસ અંકિત થયેલો છે. ગુજરાતની ભાગ્યે જ કોઇ એવી હસ્તી હશે. જેણે એક સી-મેન તરીકે આટલા દેશોની સફર ખેડી હશે. જુલિયસભાઈ સી-મેન બુકમાં આજે દરેક દેશની મુસાફરીની ડોક્યુમેન્ટરીની નોંધ છે. તેમની પાસે 10 હજારથી વધુ સિક્કા સંગ્રહિત કરેલા છે, તેમને વિવિધ દેશોની ચલણી નોટ સાથે અનેક ઐતિહાસિક વસ્તુઓનો સંગ્રહ કરવાનો શોખ છે. આજે ભાગ્યે જ વિશ્વનો એવો કોઇ દેશ હશે કે, જેના સિક્કા તેમની પાસે નથી.

119 દેશોની દરિયાઈ મુસાફરી કરનાર જુલિયસ પટેલ

જુલિયસભાઇનાં દરિયાઈ સાહસની જો વાત કરવામાં આવે તો તેમણે, 1970માં જહાજની પ્રથમ મુસાફરી જયંતિ શિપીંગમાં ભાવનગરથી મુંબઇ અને મુંબઇથી ગોવાની કરી હતી. વિશ્વભરમાં અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, યુએઇથી લઇને જાપાન સુધીના 119 દેશોમાં મુસાફરી કરી છે. ઇસ.1978માં રોમાનિયાથી યુરિયા ફરીને ઇન્ડોનેશિયન કંપનીના એક શીપમાં ભારત આવી રહ્યા હતા, તે સમયના ભયંકર વાવાઝોડા બાદ હેલિકોપ્ટરો દ્વારા અમને બચાવ્યા હતા. એ તોફાન આજે પણ તેમણે યાદ આવે છે ત્યારે હજી પણ થોડી ક્ષણ માટે શરીરમાં એક ધ્રુજારી વછૂટી આવે છે. ક્યાંક આનંદોની હેલીઓના અનુભવ તો ક્યાંક મોતના મુખમાંથી પાછા ફરવાની દિલધડક કહાનીઓ પોતે જીવી ચુક્યા છે. તેમની આ દરિયાઈ સાહસિકતાની સીમેન બુકમાં આજે દરેક દેશની મુસાફરીની ડોક્યુમેન્ટરીની નોંધ છે.

દરિયાઈ મુસાફરી ખેડનાર જુલિયસભાઈને બીજા દેશોની ચલણી નોટ અને સિક્કા સંગ્રહનો પણ શોખ છે. આજે ભાગ્યે જ વિશ્વનો એવો કોઇ દેશ હશે કે, જેના સિક્કા તેમની પાસે ન હોય. અંદાજે 10 હજારથી વધુ સિક્કા અને વિવિધ દેશોની ચલણી અસંખ્ય નોટો આજે પણ તેમની પાસે સંગહ છે, ત્યારે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે ડ્રિમ પ્રોજેક્ટ ઘોઘા રો-રો ફેરી સર્વિસનું ખાતમુહૂર્ત કરવા ઘોઘા આવેલા ત્યારે તેમનાં હેલીકોપ્ટર માટે હેલિપેડ જુલિયસ પટેલનાં ખેતરમાં જ બનાવવામાં આવ્યુ હતું અને ત્યારે તે સમયે ભાવનગર કલેકટર દ્વારા ઘોઘાનાં જુલિયસભાઈ પટેલનાં ચલણી નોટો સિક્કા સહીત અનેક વસ્તુઓનું કલેકશનનો લાભ રોરો ફેરીમાં મુસાફરી કરવા આવતા લોકો નિહાળી શકે તે માટે એક નાનું સંગ્રહાલય રોરો ફેરી સર્વિસ ટર્મિનલમાં બનાવવા આવશે, પરંતુ કમનસીબે તે આજદિન સુધી તંત્ર બનાવી શકાયુ નથી.

ઘોઘા ખાતે રહેતા આ સાહસિક જુલિયસભાઈ તેમના દરિયાઈ મુસાફરી કાળ દરમ્યાન ૨૨ લાખ 80 હજાર નોરટીકલ માઈલની મુસાફરી કરી છે, દરિયાઈ મુસાફરી દરમ્યાન જે, દેશોમાં હવાઈ માર્ગે જવાનું થયું હોય તેવા 44જેટલા એરલાઇન્સની મુસાફરીનાં દસ્તાવેજી પુરાવા પણ સંગ્રહમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ઇસ.1851માં પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ એક્ઝીબ્યુશન દરમ્યાન પબ્લીસ કરવામાં આવેલા કોઈન કરન્સી આજે પણ તેઓ દ્વારા સંગ્રહ કરી એક સંભારણા સ્વરૂપે રાખવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details