- ભાવનગરમાં JEE ( MAIN)ની પરીક્ષા યોજાઈ
- જ્ઞાન મંજરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજમાં પરીક્ષા કેન્દ્ર
- જિલ્લાના એક માત્ર કેન્દ્રમાં 720 જેટલા વિદ્યાર્થી પરીક્ષા આપશે
ભાવનગર :શહેરમાં JEE (MAIN) 2021ની પરીક્ષાનો ચાર દિવસ માટે પ્રારંભ થયો છે. JEEની પરીક્ષાને લઈને જાહેરનામું પ્રસિદ્ધ થયું છે. ભાવનગરના એક માત્ર કેન્દ્ર જ્ઞાન મંજરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી કોલેજ સીદસર ખાતે યોજવામાં આવી છે.
720 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા
શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં આજે JEEની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ભાવનગરની સીદસર ખાતે આવેલી જ્ઞાન મંજરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજમાં JEEનું સેન્ટર રાખવામાં આવ્યું છે. 720 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવી પોંહચ્યા હતા.
આ પણ વાંચો : JEE મેઈન્સની પરીક્ષામાં સુરતનો તનય વિનીત તલય ગુજરાતમાં પ્રથમ ક્રમે