ભાવનગર: જિલ્લામાં અને શહેરમાં બે દિવસથી વહેલી સવારમાં આવતો ગાજવીજ સાથેના વરસાદ તારાજી સર્જી રહ્યો છે. ગાજવીજ અને કડાકા સાથે વરસતા વરસાદમાં વીજળી પડવાના પણ બનાવો સામે આવ્યા છે.
ભાવનગરમાં મેઘરાજાની ગાજવીજ સાથે સવારી, વીજળી પડતા પશુઓના મોત, શેત્રુંજી ડેમ ઓવરફ્લો - Two animals killed in lightning strike in Bhavnagar
ભાવનગર શહેર અને જિલ્લામાં બે દિવસથી વહેલી સવારમાં આવતા વરસાદથી નુકસાન જોવા મળી રહ્યું છે. ગાજવીજ સાથે વીજળી પડવાથી પશુની જાનહાનીના બનાવ સામે આવ્યા હતા. તો બીજી તરફ શહેરમાં વૃક્ષ ધરાશાયી થવાનો બનાવો સામે આવ્યા હતા. સારા વરસાદના કારણે શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલવામાં આવ્યા હતા.
મેઘરાજાની ગાજવીજ સાથે સવારી તો જાનહાની અને ડેમ ઓવરફ્લો જેવા બનાવ
ભાવનગરમાં વહેલી સવારે બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. 23 સપ્ટેમ્બરે વહેલી સવારે 4.30 કલાકે કડાકા સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી. જેમાં ભાવનગર તાલુકામાં 39mm વરસાદ વરસ્યો હતો. જ્યારે તાલુકાની કુલ વાત કરીએ તો 689 mm વરસાદ સામે 960mm વરસાદ વરસી ચૂક્યો છે એટલે 139 ટકા વધુ વરસાદ વરસી ચૂક્યો છે.