ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરના મહુવા તાલુકાના અનેક ગામમાં ધોધમાર વરસાદ, માલણ નદીમાં આવ્યું ઘોડાપુર

મહુવા તાલુકાના મોટાખૂટવડા, ગોરસ બોરડી, કિકરિયા તેમજ કરલા મોદા બિલા ઉગલવાંણમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે નાના ચેક ડેમ સહિત મહુવાની માલણ નદી ગાંડી તુર થઈ હતી.

ભાવનગરના મહુવા તાલુકાના અનેક ગામમાં ધોધમાર વરસાદ
ભાવનગરના મહુવા તાલુકાના અનેક ગામમાં ધોધમાર વરસાદ

By

Published : Jun 9, 2021, 8:18 PM IST

  • મહુવાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતાં માલણ નદીમાં આવ્યું ઘોડાપુર
  • મહુવા તાલુકાના અનેક ગામમાં ધોધમાર વરસાદ
  • વરસાદને પગલે રોડ પર પાણી ફરી વળ્યાં

ભાવનગરઃ જિલ્લાના મહુવા તાલુકાના મોટાખૂટવડા, ગોરસ બોરડી, કિકરિયા તેમજ કરલા મોદા બિલા ઉગલવાંણમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે નાના ચેક ડેમ સહિત મહુવાની માલણ નદી ગાંડી તુર થઈ હતી. જોકે, મહુવામાં તો વરસાદ વરસ્યો ન હતો પરતું ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી મહુવાની માલણ નદી બે કાંઠે વહેતી થઇ હતી.

આ પણ વાંચોઃ વલસાડ જિલ્લામાં 6 દિવસ પહેલા ચોમાસાનો થયો પ્રારંભ

ગામ લોકો નદી જોવા ઉમટ્યાં

ભારે વરસાદને પગલે નાના રોડ બંધ થયા હતા અને રોડ ઉપર પાણી ફરી વળ્યાં હતા, જેથી વાહન વ્યવહારને અસર થઈ હતી. માલણ નદી બે કાંઠે વહેતા આજુ બાજુ વિસ્તારમાં રહેતા લોકો નદી જોવા ઉમટી પડ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details