ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં કોરોનાના વધતા કેસ સામે તંત્રની પૂરી તૈયારી - Corona news

ભાવનગરમાં રોજના કોરોનાના કેસની સંખ્યા 100 પાર થઇ ગઈ છે. આગામી દિવસોની સ્થિતિને ધ્યાનમાં લઈને તંત્રએ 1,000 બેડની વ્યવસ્થા કરવા માટે કમરકસી લીધી છે. બે-ચાર દિવસમાં તૈયારીઓ પૂર્ણ થઇ જશે. રક્તપિત્ત દર્દીની હોસ્પિટલ કોરોના હોસ્પિટલ બની છે. તો સર ટી હોસ્પિટલ, ખાનગી અને રક્તપિત્ત દર્દીની હોસ્પિટલના બેડ મળીને 1,000 બેડની વ્યવસ્થાઓ પૂર્ણ થઇ જશે. આગળ જરૂર પડે તો તંત્ર તૈયારી રાખશે તેમ જવાબદાર અધિકારીઓ જણાવી રહ્યા છે.

તંત્ર દ્વારા 1,000 બેડની વ્યવસ્થા
તંત્ર દ્વારા 1,000 બેડની વ્યવસ્થા

By

Published : Apr 13, 2021, 1:56 PM IST

  • ભાવનગરમાં રોજના 100 કેસ આવી રહ્યા
  • રક્તપિત્તના દર્દીની હોસ્પિટલને કોરોના હોસ્પિટલમાં ફેરવાઇ
  • તંત્ર દ્વારા 1,000 બેડની વ્યવસ્થા ઉભી કરાઇ

ભાવનગર :શહેરમાં વધતા કોરોના કેસને લઈને તંત્ર તૈયારીમાં લાગ્યું છે. રક્તપિત્તના દર્દીની હોસ્પિટલને કોરોના હોસ્પિટલમાં તબદીલ કરવામાં આવી છે. તંત્ર 1,000 બેડની વ્યવસ્થા ઉભી કરી રહી છે. જેથી પરિસ્થિતિ વણશે તો ચિંતા રહેશે નહિ.

તંત્ર દ્વારા 1,000 બેડની વ્યવસ્થા
રક્તપિત્ત દર્દીઓની હોસ્પિટલ કોરોના હોસ્પિટલમાં બદલાશેશહેરમાં રોજના આવી રહેલા 100 કેસ સામે તંત્ર પોંહચી વળવા માટે કામે લાગી ગયું છે. અચાનક જાગેલા તંત્ર વાયુવેગે કામ કરાવીને બેડ ઉભા કરી રહી છે. નવા નંદર રોડ પર એક્સેલ સામે આવેલી રક્તપિત્ત દર્દીઓની હોસ્પિટલમાં 242 બેડ ઉભા કરવામાં આવી રહ્યા છે. રાત-દિવસ લોકો ત્યાં કામે લાગી ગયા છે અને આશરે 100 જેટલા બેડ ઉપલબ્ધ પણ થઈ જશે.

આ પણ વાંચો : તાપી જિલ્લામાં 8.5 લાખની વસ્તી સામે કોવિડ હોસ્પિટલોમાં માત્ર 20 જ વેન્ટિલેટર


ખાનગી હોસ્પિટલોમાં 400થી વધુ બેડ 16 હોસ્પિટલમાં

ભાવનગર સર ટી હોસ્પિટલમાં 435 બેડની વ્યવસ્થા હોવાનું આરોગ્ય અધિકારી આર.કે. સિન્હાએ જણાવ્યું છે, આ સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ 400થી વધુ બેડ 16 હોસ્પિટલમાં છે. જ્યારે રક્તપિત્ત દર્દીની હોસ્પિટલમાં 242 બેડ ઉપલબ્ધ થવાથી ભાવનગર તંત્ર પાસે 1,000 બેડની વ્યવસ્થા હશે. જોકે, હાલ 240 આસપાસ દર્દીઓ સારવારમાં છે. આથી આગામી દિવસોમાં પરિસ્થિતિ વણશે તો ચિંતા નહિ.

આ પણ વાંચો : કડીની કોવિડ હોસ્પિટલોમાં 99 દર્દીઓ, તંત્રએ 46 કેસ એક્ટિવ દર્શાવ્યા


ભાવનગરમાં વેન્ટિલેટર અને ઓક્સિજનની વ્યવસ્થા છે


ભાવનગરમાં જોઈએ તેટલા વેન્ટિલેટર અને ઓક્સિજનની વ્યવસ્થા છે. રેમડેસીવીર ઇન્જેક્શન પણ ઉપલબ્ધ હોવાનું ભાવનગર કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવેલું છે. આથી ચિંતા જેવી સ્થિતિ નહિ હોવાનું તંત્ર જણાવી રહ્યું છે. પરંતુ કોરોનાની ચેઇન તોડવા લોકોને ખાસ કરીને ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા માટે અપીલો થઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details