ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ, તેમની પાર્ટીના પાકિસ્તાનના ઝીંદાબાદના નારા લગાવે તો માથે ચડાવશે અને બીજાને હેરાન કરશે - ગુજરાત આમ આદમી પાર્ટી

ગુજરાત આમ આદમી પાર્ટી (AAP Gujarat )ના નેતા ગોપાલ ઇટાલિયા (Gopal Italita ) ભાવનગર આવી પોહચ્યા હતા. પોતાની ધરપકડ (Bhavnagar Police Arrested Gopal )મામલે સરકારની નીતિ સામે પ્રહાર (Gopal Italia allegation )કર્યા હતા. પાલીતાણા જૈન તીર્થનગરીના વિવાદ (Palitana Jain Tirth Controversy )અને મોટા સુરકાની સગીર દીકરીના આત્મહત્યા બનાવ મામલે પણ સરકારને ઘેરી હતી.

ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ, તેમની પાર્ટીના પાકિસ્તાનના ઝીંદાબાદના નારા લગાવે તો માથે ચડાવશે અને બીજાને હેરાન કરશે
ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ, તેમની પાર્ટીના પાકિસ્તાનના ઝીંદાબાદના નારા લગાવે તો માથે ચડાવશે અને બીજાને હેરાન કરશે

By

Published : Dec 23, 2022, 4:59 PM IST

દાદીમાના દેહાંત બાદ ગામડે આવેલા ઇટાલિયાએ વિવિધ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા

ભાવનગર ભાવનગરના ધોળા ગામ નજીક આવેલા ટીમ્બી ગામના વતની ગોપાલ ઇટાલિયા પોતાના ગામડે દાદીમાં દેહાંત થતા આવ્યા હતા. દિલ્હી અને અમદાવાદ વચ્ચે રહેતા ગોપાલભાઈની ઉમરાળા પોલીસ ધરપકડ કરતા પ્રહાર (Gopal Italia allegation ) કર્યો હતો. જો કે ગોપાલ ઇટાલિયાએ પોતાની ધરપકડ (Bhavnagar Police Arrested Gopal ) અને પાલીતાણા શેત્રુંજી પર્વત મંદિર વિવાદ (Palitana Jain Tirth Controversy ) અને મોટા સુરકાની સગીરના આત્મહત્યા પગલે પણ સરકાર પર પ્રહાર કર્યા હતાં.

આ પણ વાંચો ગોપાલ ઈટાલિયાની ધરપકડ કે પોલીસ સ્ટેશનમાં સામેથી હાજર

ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ ભાવનગર જિલ્લાના ધોળા નજીક ટીમ્બી ગામના આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પોતાના વતન પોતાના દાદીમાના અવસાન નિમિતે પહોચ્યા હતા. શોકમય વાતાવરણમાં પોલીસે પહોંચીને ગોપાલ ઇટાલિયાને જણાવી કહ્યું હતું કે તેમના પર કેસ છે આથી ધરપકડ (Bhavnagar Police Arrested Gopal )કરવી પડશે. ગોપાલ ઇટાલિયાએ (Gopal Italia allegation )જણાવ્યું હતું કે આવા શોકમય વાતાવરણમાં સગા સબંધી અને પરિવારના લોકો હોય ત્યારે બે ચાર દિવસ રાહ જોઈ શકાતી હતી. હું ક્યાં નીરવ મોદી કે વિજય માલ્યા છું કે દેશ છોડીને જતો રહેવાનો છું. આ દુર્ભાગ્યપૂર્ણ છે. સરકારને આટલા બધા મત એટલે નથી આપ્યા કે મારી પાછળ પડી જાય. સરકાર લોકોની સેવા કરે યુવાનોને રોજગારી આપે,ખેડૂતોને તેના અધિકાર મળે એવું કરે. વિધાનસભાનું હજુ પહેલું સત્ર જતા આ બધું શરૂ કરી દીધું છે. જે યોગ્ય નથી. ઉમરાળા પોલીસ સ્ટેશનમાં જામીન થઈ ગયા છે. ઘણો સમય મને બેસાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરાઇ

ગોપાલ ઇટાલિયાએ ધરપકડના સવાલમાં શું કહ્યું ભાવનગર આવેલા ગોપાલ ઇટાલિયાની વાતચીતમાં તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે કયા મુદ્દે તેમને ધરપકડ થઈ છે. ત્યારે ગોપાલ ઇટાલીયાએ (Gopal Italia allegation )જણાવ્યું હતું કે મારી વિરુદ્ધ જે કેસ થાય છે તે ખોટા થાય છે. આ પણ ખોટો કેસ છે. જે કામ કર્યું જ નથી. પકડવા હોય તો ઘણા બુટલેગર મુછે વળ દઈને ફરે છે એને પકડો. એના તો વિડિયો પણ વાયરલ થાય છે. પકડવા હોય તો ખનીજચોરોને પકડો, પેપર લીક કરવા વાળાને પકડો, અને મોરબી હત્યાકાંડમાં હજુ ગુન્હેગારો ફરાર છે આવા લોકોને પકડો. સરકાર આટલી મોટી 56 ની છાતીવાળી સરકાર હોય તો 56 ની છાતીથી પકડી લો. અમે તો કોઈ ગુનો કર્યો નથી કે ગુજરાતને નુકસાન થાય. આ રાજકીય દ્વેષ ભાવથી થયું છે. આવું ન હોય. અમે આવા લોકો સામે લડશું.

ઉમરાળા લાગણી દુભાવા કેસમાં ગોપાલ ઇટાલિયાનો જવાબ ગોપાલ ઇટાલિયાએ (Gopal Italia allegation )સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે કોઈ વિવાદ નથી અને કોઈ લાગણી દુભાઈ નથી. આ રાજકીય સ્ટંટ છે. હમણાં 50 જેટલા ભાજપના ભાઈઓ અને બહેનો પાકિસ્તાનના ઝીંદાબાદના નારા લગાવતા હતા. કેમ લાગણી નો દુભાઈ ?. અંધભકતો ગમે તે કરે પક્ષના ચાલશે. બીજો કોઈ પક્ષનો માણસ જાણતા અજાણતા કરશે તો શબ્દની ગડબડી કરી ઊંઘી રીતે કરશે તે ગેરવ્યાજબી વાત છે. અમે ભાજપ વિરોધી છીએ. ગુજરાતમાં ભાજપના પાકિસ્તાનના નારા લગાવનારાને કોઈ પકડવા જતું નથી. તમારી પાર્ટીમાં રહી પાકિસ્તાનના નારા લગાવશે તો માથે ચડાવશો અને બીજા કોઈ કરે તો એને હેરાન કરશો.

પાલીતાણા અને મોટા સુરકા ઘટનામાં પ્રહાર ગોપાલ ઇટાલિયા (Gopal Italia allegation ) ભાવનગર મુલાકાત દરમ્યાન ભાવનગરમાં બનેલી ટૂંકા દિવસની બે ઘટનામાં પૂછતાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે બે ઘટનામાં પાલીતાણામાં (Palitana Jain Tirth Controversy ) એટલું કહેવું છે કે સરકારની ભૂમિકા હંમેશા સંવેદનશીલ મુદ્દો હોય તો સકારાત્મક હોવી જોઈએ. બંને પક્ષે લોકો ઉશ્કેરાઈ જાય કે લોકોમાં ઘર્ષણ કે મનદુઃખ વધે તેવા કામ ન થાય તેવું કાર્ય કરવું જોઈએ. બંને પક્ષના લોકો સાથે મળી રસ્તો કાઢે તેવું સરકારે કરવું જોઇએ તેવું સરકારે કર્યું નથી. સુરકાની બાબતમાં જે ઘટના ઘટી ખૂબ જ દુઃખદ ઘટના અને આઘાતજનક છે. લુખ્ખાઓની એટલી હિંમત વધી જાય કે કોઈની બેન દીકરીને મરવા મજબુર કરી દે અને કોઈની બેન દીકરીને મરવા મજબુર થવું પડે અને પછી પણ ગૃહપ્રધાનને આવેદન આપવા પડે ભઈ બાપા કરવા પડે. આ કેવો કાયદો કેવી વ્યવસ્થા ?. મને પકડવામાં આટલી સતર્કતા રાખે તેના કરતાં આવા લુખ્ખાઓ અને બદમાશોને પકડવામાં રાખે તો કોઈની બેન દીકરીને મરવા મજબુર નો થવું પડે તેવું મારુ માનવું છે.

ABOUT THE AUTHOR

...view details