ગુજરાત

gujarat

ETV Bharat / state

હવામાં તરતા ગણપતિ બન્યા આકર્ષણનું કેન્દ્ર, સમજો આ પાછળનું સાયન્સ

રાજ્યભરમાં ગણેશચતુર્થીનું પર્વ ચાલી રહ્યું છે. અનેક એવા ગણેશપંડાલમાં જુદી જુદી થીમ જોવા મળી રહી છે. પણ ભાવનગર શહેરમાં એક ગણપતિ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. આ કોઈ સામાન્ય ગણપતિ નથી. પણ હવામાં તરતા ગણપતિ છે. જેની પાછળ એક શ્રદ્ધા સાથે સાયન્સ જોડાયેલું છે. આ પંડાલને તૈયાર કરનારી સંસ્થા ભાવનગરમાં રહેતા 400 ગરીબ બાળકોનું પેટ ભરે છે. Bhavnagar Ganesh Chaturthi 2022, Bhavnagar Ganesh Chaturthi Celebration, Bhavnagar Ganesh chaturthi Pandal

હવામાં તરતા ગણપતિ બન્યા આકર્ષણનું કેન્દ્ર, સમજો આ પાછળનું સાયન્સ
હવામાં તરતા ગણપતિ બન્યા આકર્ષણનું કેન્દ્ર, સમજો આ પાછળનું સાયન્સ

By

Published : Sep 4, 2022, 6:31 PM IST

ભાવનગરઃ દેશના અન્ય મહાનગરની જેમ ભાવનગરમાં પણ ધામધૂમથી ગણપતિના તહેવાર ગણેશચોથની ઉજવણી કરવામાં આવે છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં પંડાલમાં બીરાજતા ગણપતિની પૂજા આરતી થાય છે. વાજતેગાજતે ગણપતિને લાવવામાં આવે છે. આ ઉપરાંત વ્હાલથી વિદાય પણ આપવામાં આવે છે. દર વર્ષે પંડાલ માલિકો જુદી જુદી થીમ અંર્તગત ગણેશજીના પંડાલમાં ડેકોરેશન કરે છે. પણ ભાવનગરની સહજાનંદ કૉલેજના પરિસરમાં તરતા ગણપતિ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.

હવામાં તરતા ગણપતિ બન્યા આકર્ષણનું કેન્દ્ર, સમજો આ પાછળનું સાયન્સ

તરતા ગણપતિઃભાવનગર શહેરમાં અનેક ગણપતિ પંડાલ બનાવવામાં આવ્યા છે ત્યારે ભાવનગરના સરદારનગર સહજાનંદ કોલેજના પટાંગણમાં તરતા ગણપતિ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવેલા ગણપતિ હવામાં તરી રહ્યા છે. નીચે બાજોટ મુકવામાં આવ્યો છે પણ ભગવાન હવામાં છે. નાના બાળકો માટે આ ગણપતિ નવીનતા અને વિચાર કરવા મજબુર કરી રહ્યા છે. લોકો ભાવપૂર્વક ગણપતિના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. એક અદ્રશ્ય દોરાના સહારે આ ગણેશજીની મૂર્તિને ટેકવવામાં આવી છે. આને મનોવિજ્ઞાનની ભાષામાં દ્રષ્ટિભ્રમ કહેવાય છે.

ABOUT THE AUTHOR

...view details