ભાવનગર: શહેર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં યોગ વર્ગ શરૂ થયા છે. ચેરમેન અને શાસનાધિકારીએ યોગ કરીને પ્રારંભ વર્ગનો કરાવ્યો હતો. કઈ શાળાઓમાં મફત વર્ગ શરૂ થવાથી આસપાસના શાળાના લોકોને મફતમાં યોગ શીખવાનો લાભ મળી શકે છે અને વિદ્યાર્થીઓને પણ લાભ મળી શકે છે. વિશ્વ યોગ દિવસ એટલે 21 જૂન ત્યારે (World Yoga Day 2022)ગુજરાત યોગ બોર્ડની દરેક વિદ્યાર્થી અને સામાન્ય પ્રજા સુધી યોગ પહોંચાડવાનો એક પ્રયાસ થયો છે. ભાવનગર વાસીઓ કદાચ ખ્યાલ નહિ હોય કે તેઓ નિઃશુલ્ક યોગ હાલમાં શીખી શકે છે.
યોગ બોર્ડનો નિર્ણય પ્રજા અને વિદ્યાર્થી માટે લાભદાયક -ભાવનગર શહેરમાં ગુજરાત યોગ બોર્ડ અને નગરપ્રાથમિક શિક્ષણ સમિતિએ સહિયારો એક પ્રયાસ લોકોને અને વિદ્યાર્થીને યોગ શીખવવા લીધો છે. શહેરમાં નગરપ્રાથમીક શિક્ષણ સમિતિની હાલમાં શાળા નંબર 13,76,38,60,19 અને 47 માં યોગના વર્ગ શરૂ કર્યા છે. શાળા નંબર 47માં ચેરમેન અને શાસનાધિકારીએ યોગ કરીને પ્રારંભ કરાવ્યો હતો. જો કે શિક્ષણ સમિતિ ચેરમેને જણાવ્યું હતું કે અમારી શાળાઓમાં યોગ દિવસ નિમિત્તે યોગના વર્ગો થવાના છે. વડાપ્રધાને યોગને વિશ્વમાં જે ખ્યાતિ અપાવી છે તેથી રાષ્ટ્ર નિર્માણ અને વ્યક્તિનું નિર્માણ થવાનું છે અમે અનેક સંસ્થાઓને આવા કાર્ય માટે આમંત્રણ આપતા રહ્યા છીએ.
આ પણ વાંચોઃવિશ્વ યોગ દિવસ પહેલાં જ આ શહેરે બનાવી દીધો વર્લ્ડ રેકોર્ડ...