ભાવનગરઃ જિલ્લામાં કોવિડ-19ની મહામારીના આ સમયમાં મનરેગા યોજના હેઠળ રોજગારી આપવાના હેતુથી સરકાર દ્વારા જિલ્લા કક્ષાએથી વધુમાં વધુ શ્રમિકો મનરેગા યોજનાના કામોમાં જોડાય તેવા બહોળા પ્રમાણમાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. તેમજ કોરોના વાઇરસની મહામારીમાં લોકડાઉન દરમિયાન સુરત શહેરમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની રોજગારી બંધ થતા પોતાના વતન પાછા ફરવા મજબૂર બન્યા છે.
સરકાર દ્વારા સુરત ખાતે હીરા ઘસી પોતાનું ગુજરાન ચલાવતી મહિલાઓ માટે સરકાર દ્વારા પોતના જ વતનમાં હીરા ઘસી રોજગાર મેળવી શકે તે માટે “મિશન મંગલમ“ યોજના હેઠળ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ 100 જેટલી મહિલાઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઇડેન્ટિટીફાય કર્યા બાદ તેઓને પોતના જ વતનમાં રોજગાર મેળવી રહે તે માટેની વ્યસ્થાઓ કરવામાં આવી રહી છે.