ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલિતાણાના હસ્તગીરી ડુંગર વિસ્તારમાં ભીષણ આગ - ભાવનગર લેટેસ્ટ ન્યૂઝ

ભાવનગરના પાલિતાણા ડુંગર વિસ્તારમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી હતી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા જિલ્લાના ચાર તાલુકાઓના ફાયર ફાઇટર સ્થળ પર પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

Etv Bharat, Gujarati News, Bhavnagar News, Bhavnagar Fire News
પાલિતાણાના હસ્તગીરી ડુંગર વિસ્તારમાં ભીષણ આગ

By

Published : Mar 4, 2020, 1:48 AM IST

ભાવનગરઃ જિલ્લાના પાલિતાણા નજીક આવેલા હસ્તગીરી ડુંગરાળ વિસ્તારમાં મંગળવારે સાંજ એકથી દોઢ કિ.મીના વિસ્તારમાં વિવિધ જગ્યા પર આગ ભભૂકી હતી. આ આગને હવાનો સાથ મળતા તે વધુ ભયાનક બની હતી.

પાલિતાણાના હસ્તગીરી ડુંગર વિસ્તારમાં ભીષણ આગ

આ બનાવની જાણ પાલિતાણા અને સિહોરના ફાયરને કરતા પાલિતાણા ફાયર દોડી આવ્યું હતું. આ સાથે જ વહીવટીતંત્રના અધિકારીઓ તેમજ 108 એમ્બ્યુલન્સ પણ ત્યાં દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

મળતી માહિતી પ્રમાણે, હસ્તગીરી ડુંગર પર આવેલા વાયરલેસ સ્ટેશનના આસપાસના વિસ્તારમાં લાગેલી આગ મોડી સાંજ બાદ બેકાબુ બનતા વધુ ફાયર ફાઇટરો તળાજા, ગારીયાધાર, પાલિતાણા અને સિંહોરથી રવાના કરવામાં આવ્યા હતા. જ્યારે હાલ પાલિતાણા એસ.ડી. એમ, મામલતદાર, ફોરેસ્ટ અધિકારી, TDO અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

આ આગ ક્યાં કારણોસર લાગી છે તે હાલ કહેવું મુશ્કેલ છે, ત્યારે આ અંગે તપાસ પણ થાય તે જરૂરી છે. એકથી દોઢ કિ.મીના વિસ્તારમાં વિવિધ જગ્યાએ એક સાથે લાગેલી આગની ઘટના ગળે ઉતરી શકે તેમ નથી, ત્યારે આગ લાગી છે કે લગાડવામાં આવી છે તે તપાસનો વિષય બની છે.

ABOUT THE AUTHOR

...view details