ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાવનગરમાં ફાયર વિભાગ અને મીડિયા વચ્ચે થપ્પાની રમત, ફાયર વિભાગે છુપી રીતે ચાર ઈમારત કરી સીલ - ફાયર એનઓસી

ભાવનગરમાં ફાયર વિભાગે ફાયરના સાધનો ન વસાવનારા સામે લાલ આંખ કરી છે. હાલમાં ફાયર વિભાગ મીડિયાથી છુપાઈને તમામ ઉપર કાર્યવાહી કરી રહી છે. આજ દિન સુધીમાં શાળાઓ, હોટેલ, વ્યવસાયના સ્થળની ઈમારતો ફાયર વિભાગ દ્વારા સીલ કરવામાં આવી હતી.

ભાવનગરમાં ફાયર વિભાગ અને  મીડિયા થપ્પાની રમત, ફાયર વિભાગે છુપી રીતે ચાર ઈમારત કરી સીલ
ભાવનગરમાં ફાયર વિભાગ અને મીડિયા થપ્પાની રમત, ફાયર વિભાગે છુપી રીતે ચાર ઈમારત કરી સીલ

By

Published : Dec 4, 2020, 3:15 PM IST

Updated : Dec 4, 2020, 7:01 PM IST

  • ભાવનગરમાં ફાયર વિભાગે મીડિયાથી છૂપાઈને કરી કાર્યવાહી
  • ફાયર વિભાગે ચાર ઈમારતને છુપી રીતે સીલ કરી
  • દર વખતે ફાયર વિભાગ મીડિયાને સાથે લઈ જતો હતો

ભાવનગરઃ ભાવનગરમાં ફાયર વિભાગે નોટિસો આપ્યા બાદ ફાયરના સાધનો નહીં વસાવનાર સામે સીલ કાર્યવાહી યથાવત રાખી છે. મીડિયાથી પણ ચુપકે ચુપકે ફાયર સીલ પ્રક્રિયાઓ કરી રહી છે. જેમાં આજ દિન સુધીમાં શાળાઓ, હોટેલ, વ્યવસાયના સ્થળના ઈમારતો સીલ કરી રહ્યું છે, ત્યારે ફાયર વિભાગે વધુ 4 ઈમારત સીલ કરી છે. ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગે શહેરમાં કડકાઈથી કામ લેવાની શરૂઆતનો સીલસીલ શરુ રાખ્યો છે. ફાયર બ્રિગેડ દ્વારા વધુ ઈમારતોને ફાયરના સાધનો અને NOC નહીં હોવાને પગલે સીલ કરી દીધી છે અને હજુ પણ કેટલી ઈમારતો સામે કાર્યવાહી થાય તે કહી શકાય તેમ નથી. જો કે, ફાયરની કામગીરીથી ફાયરના સાધનો નહીં રાખનારા લોકોમાં ભયનો માહોલ જરૂર ઉભો થઈ ગયો છે.

ભાવનગરમાં ફાયર વિભાગ અને મીડિયા થપ્પાની રમત, ફાયર વિભાગે છુપી રીતે ચાર ઈમારત કરી સીલ

ફાયર વિભાગે ક્યાં ક્યાં અને કેવી કરી કાર્યવાહી ???

ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગે પોતાનું રૌદ્ર રૂપ યથાવત રાખ્યું છે. ભાવનગરમાં 3 ડિસેમ્બરે 4 જેટલી ઈમારત સામે કાર્યવાહી કરવામાં આવી છે. ફાયર વિભાગે કરેલી કાર્યવાહીમાં શાળાઓ, મોલ, રેસ્ટોરાં, હિરાનું કારખાનું પણ સામેલ છે. મોડી રાત સુધી કાર્યવાહી કરીને પણ આ ઈમારતોને સીલ કરવામાં આવી છે અને કાયદા પ્રમાણે જ્યાં સુધી સાધનો વસાવી લેવામાં નહી આવે ત્યાં સુધી સીલ ખુલે તેવી કોઈ શક્યતા નથી.

ભાવનગરમાં ફાયર વિભાગ અને મીડિયા થપ્પાની રમત, ફાયર વિભાગે છુપી રીતે ચાર ઈમારત કરી સીલ

ભાવનગરના ફાયરે ક્યાં કરી સીલ અને સીલ ખોલવા શું નિયમ ???

ભાવનગર મહાનગરપાલિકાએ શહેરની એમ કે જમોડ હાઈસ્કૂલને સીલ કરી છે તો ફાફેરી જેવા શો-રૂમને પણ સીલ કરી દેવામાં આવ્યો છે. આ સાથે રેસ્ટોરાં એવી મહાલક્ષ્મી ડાઈનિંગ હોલને પણ સીલ કરાયું છે. આ સાથે વિઠ્ઠલવાડી વિસ્તારમાં આવેલા હિરાનું કારખાનું સૃષ્ટિ ડાયમંડ સ્ટિલને સીલ કરવામાં આવ્યું છે. હવે સીલ કરાયેલી ઈમારત ખોલવા માટે ઈમારતના માલિકને પહેલા સાધનો વસાવવા પડશે અને જે ફાયરના સાધનો નાખે છે તેને કામ આપીને કામ પૂર્ણ કર્યા બાદ વર્ક ઓર્ડર આપવામાં આવે તે ફાયર વિભાગને આપવાનું રહેશે, જે વર્ક ઓર્ડરના આધારે ફાયર વિભાગ NOC આપશે અને ખોલવાની મંજૂરી આપશે.

ભાવનગરમાં ફાયર વિભાગ અને મીડિયા થપ્પાની રમત, ફાયર વિભાગે છુપી રીતે ચાર ઈમારત કરી સીલ

મીડિયા જગતમાં ચર્ચાતો મુદ્દો

ભાવનગર ફાયર વિભાગ દ્વારા પ્રથમ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવે તો મીડિયાને જાણ કરવામાં આવતી હતી અને સ્થળ પર આવવા પણ કહેવાતું હતું, પરંતુ હાલમાં ચાલતી મહામારીમાં ફાયર વિભાગ ક્યાં કડક કાર્યવાહી કરવાનું છે અને અને કાયવાહી થશે કે કેમ? તેવા પ્રશ્નો વચ્ચે ટીમ જતી હોવાથી ફાયર વિભાગે ઘણા સમયથી મીડિયા જગતમાં કોઈ પણ વ્યક્તિને જાણ કરવાની અને ચુપકે ચુપકે સીલ કરવાની કામગીરી કરી રહી છે. આ સાથે મીડિયા જગતને જાણ કરવા માટે જાતે વીડિયો ફોટા ફાયર વિભાગ લઈને મીડિયા સુધી પહોંચાડી રહી છે ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે શું ફાયર વિભાગની કામગીરીમાં ગોલમાલ છે? કેમ માહિતી ગુપ્ત રાખવાનું શરુ કર્યું છે? જો કે, આ બાબતે સ્પષ્ટતા કોઈ અધિકારી કરતા નથી પણ એટલું કહીને છૂટી રહ્યા છે કે મીડિયાને વીડિયો ફોટા જોઈએ તે મળી જાય છે ઘણું નથી. સમજી શકાય કે, આવા શબ્દો પાછળ કંઈક હોવું જોઈએ તે સ્પષ્ટ છે. કારણ કે, મીડિયાને સાથે લઈ જનારો વિભાગ અચાનક બંધ કેમ થઇ ગયો જે મોટો સવાલ પણ છે.

Last Updated : Dec 4, 2020, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details