ભાવનગર: ભાવનગરના ડમીકાને પગલે નોંધાયેલી ફરિયાદમાં 36 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના 36 આરોપી બહાર રહેલા બીપીન ત્રિવેદી નામના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 38 ના શિક્ષકનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં ડમીકાંડમાં કેટલાક નામો નહીં જાહેર કરવા માટે યુવરાજસિંહ જાડેજાએ 55 લાખ લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો. યુવરાજસિંહએ પણ અનેક વિડીયો મારફત પોતાના ખુલાસા કર્યા હતા. જો કે પોલીસે ધોરણસર યુવરાજસિંહ જાડેજાને સમન્સ પાઠવી દીધું છે.
યુવરાજસિંહ સામેના આક્ષેપનો વાયરલ વીડિયો:બીપીન ત્રિવેદીનો વિડીયો ડમીકાંડની એફઆઇઆર નોંધાયા બાદ વાઇરલ થયા પછી સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ બીપીન ત્રિવેદી છેલ્લા ત્રણ દિવસથી પોલીસના સકંજામાં હોવાનું માનવામાં આવી રહ્યું હતું. યુવરાજસિંહ જાડેજાને 55 લાખ પ્રેસ કોન્ફરસમાં ડમીકાંડમાં કેટલાક નામો નહિ લેવા માટે લીધા હોવાનો આક્ષેપ બીપીન ત્રિવેદીએ વાયરલ વીડિયોમાં કર્યો હતો. આક્ષેપોના વિડીયોની વચ્ચે ગુજરાતની એટીએસ પણ તપાસમાં જોડાઈ હોવાની ચર્ચા જાગી હતી. બીપીન ત્રિવેદીએ તેના સમાજના કેટલાક લોકો હોય જેનું નામ જાહેર ન કરવા માટે યુવરાજસિંહને જણાવ્યું હતું. જો કે યુવરાજસિંહ સાથે બીપીન ત્રિવેદીને ઘર જેવા સંબંધ હોવાની પણ સૂત્રોમાંથી વિગત જાણવા મળી હતી. તે પ્રમાણે બીપીન ત્રિવેદીએ યુવરાજસિંહને પોતાના સમાજના કેટલાક લોકોના નામ નહીં લેવા માટે નામ નહીં લેનાર લોકો પાસેથી 55 લાખ મેળવી આપ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો.