Dummy Candidates Scam: ડમીકાંડમાં વધુ એક વળાંક, ઘનશ્યામે કહ્યું ન્યાયતંત્ર પર ભરોસો ભાવનગરઃ ડમીકાંડમાં ખંડણી કેસમાં યુવરાજસિંહ અને બીપીન ત્રિવેદી એક સાથે હોવાની વિગત સામે આવી છે. ડમીકાંડમાં ખંડણી થઈ હોવાના પગલે પોલીસે ફરિયાદી બનીને છને ઝડપી લીધા છે. પોલીસે ખંડણીની ફરિયાદ બીપીન ત્રિવેદીના વાયરલ વિડીયો બાદ નોંધી હતી. જેમાં ડમીકાંડ ખોલનાર યુવરાજસિંહ સહિત બીપીન ત્રિવેદીને પણ આરોપી બનાવવામાં આવ્યો છે. પરંતુ કોર્ટ અને પોલોસ સ્ટેશન વચ્ચે આ બધા આરોપીઓ એક સાથે એક વાહનમાં દેખાયા હતા.
આ પણ વાંચોઃ Ahmedabad Crime : ઔડાના મકાન અપાવવાના નામે ગરીબો પાસેથી રૂપિયા પડાવી આરોપી રફૂચક્કર
પોલીસ બની ફરિયાદીઃ ભાવનગર ડમીકાંડને ખોલનાર યુવરાજસિંહ જાડેજા સામે બીપીન ત્રિવેદીએ આક્ષેપો કરીને યુવરાજસિંહને ડમીકાંડમાં સંડોવાયેલા હોવાનો આક્ષેપ કર્યો હતો. આથી પોલીસ ખુદ ફરિયાદી બનીને ખંડણીના કેસમાં યુવરાજસિંહ અને તેના સાળા સહિત આક્ષેપ કરનાર બીપીન ત્રિવેદી અને અન્ય બે શખ્સો મળીને છ સામે ફરિયાદ નોંધી હતી. યુવરાજસિંહ પર આક્ષેપ કરનાર બીપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવા કમિશન લીધું હોવાનું પોલીસે જણાવેલું છે. યુવરાજસિંહ સાથે બંને એક સાથે વાહનમાં કોર્ટે લઈ જતા જોવા મળ્યા હતા. ભાવનગરમાં ડમીકાંડ ચાલતું હોવાનો ઘટસ્ફોટ યુવરાજસિંહ જાડેજાએ 5 એપ્રિલે કર્યો હતો. અચાનક ભાવનગર નગરપ્રાથમીક શિક્ષણ સમિતિની શાળા 38ના શિક્ષક બીપીન ત્રિવેદીનો એક વિડીયો વાયરલ થયો હતો.
પૈસા લીધાનો આક્ષેપઃ યુવરાજસિંહે ડમીકાંડમાં લાખો લીધાનો આક્ષેપ કર્યો હતો. બે ત્રણ દિવસ બાદ પોલીસ ખુદ ડમીકાંડમાં તોડકાંડ હોવાનું જણાવી નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ખંડણીની નોંધાવી હતી. જો કે આ ફરિયાદમાં આરોપી યુવરાજસિંહ જાડેજા તેના બે સાળા શિવુભા,કાનભા અને ઘનશ્યામ લાધવા,રાજુ તેમજ આક્ષેપ કરનાર બીપીન ત્રિવેદીને બતાવવામાં આવ્યા હતા . હવે આક્ષેપ કરનાર બીપીન ત્રિવેદી, યુવરાજસિંહ,કાનભા,ઘનશ્યામ લાધવા અને રાજુ એક વાહનમાં સાથે જોવા મળ્યા હતા.બીપીન ત્રિવેદીના વિડીયો બાદ પોલીસની ફરિયાદ બાદ પોલીસના જણાવ્યા પ્રમાણે નિવેદનો પરથી પૈસા પણ રિકવર કર્યા હોવાના વિડીયો જાહેર કર્યા હતા. જેમાં 76 લાખ રોકડ મળી આવી છે. ડીલ થઈ તેના CCTV પણ જાહેર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ Dummy Candidate Scam: ડમીકાંડના મુખ્ય આરોપીને રિમાન્ડ મળ્યા
રીમાન્ડ લેવાયાઃભાવનગર ડીએસપી કચેરીએથી યુવરાજસિંહ જાડેજા,કાનભા ગોહિલ,ઘનશ્યામ લાધવા,બીપીન ત્રિવેદી અને રાજુને એક વાહનમાં કોર્ટમાં રિમાન્ડ મેળવવા લઈ જવાયા હતા. એક વાહનમાં આક્ષેપ કરનાર બીપીન ત્રિવેદી અને યુવરાજસિંહ પણ સાથે હતા. યુવરાજસિંહના ચહેરા પણ સ્મિત વેરાતું હતું. બીપીન ત્રિવેદી અતિ ગંભીર મુદ્રામાં જોવા મળતો હતો. મીડિયાએ આરોપીઓને અનેક સવાલો કર્યા હતા. યુવરાજસિંહને મૌન કેમ છો પૂછતાં એક જ જવાબ મળ્યો હતો "અમે મૌન ક્યાં રહીએ છીએ". બસ ત્યાર બાદ યુવરાજસિંહના મોઢામાં એક શબ્દ નીકળ્યો નથી.
મૌન બની ગયાઃબીપીન ત્રિવેદીને પણ સવાલ કરતા કોઈ જવાબ આપ્યો ન હતો. ખંડણીની ફરિયાદમાં પોલીસે બીપીન અને ઘનશ્યામ લાધવા 1 કરોડમાંથી 10-10 લાખ કમિશન પેટે લીધા હોવાનું જણાવેલું છે. કોર્ટમાં આવેલા ઘનશ્યામ લાધવાને સવાલ થયો હતો કે શું કહેવું છે ? તમે પૈસા લીધા છે શું કહેવું છે ? ઘનશ્યામ લાધવાએ એક જ જવાબ આપ્યો હતો કે, "ન્યાયતંત્ર પર ભરોસો છે કાયદો કાયદાનું કામ કરશે. અમે કોઈ પુષ્ટિ કરતા નથી" જો કે આ બધી જ વાતો કોર્ટ અને પોલીસ સ્ટેશન વચ્ચેના સમયની છે.