ભાવનગર: હાલમાં ગુજરાતમાં ગુજકેટની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાઓ લોકડાઉનના વિવાદ વચ્ચે પણ લેવાઈ હતી. ત્યારે ભાવનગરની ગુજકેટની પરીક્ષામાં અનેક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ગુજરાતમાં ગુજકેટની પરીક્ષામાં ભાવનગરનો સંકેત દોશી પ્રથમ સ્થાને - ગુજકેટની પરીક્ષા
ભાવનગરના મધ્યમ વર્ગના પરિવારના પુત્રએ રાજ્ય કક્ષાએ શૈક્ષણિક સિદ્ધિ હાંસલ કરી છે. હાલમાં લેવામાં આવેલી ગુજકેટની પરિક્ષામાં સંકેત દોશીએ ઘરમાં પર્સનલ રૂમ ના હોવા છતાં મહેનત કરીને પ્રથમ સ્થાન મેળવ્યું છે.
ગુજરાતમાં ગુજકેટમાં ભાવનગરનો સંકેત દોશી પ્રથમ
ભાવનગર શહેરની સેન્ટ ઝેવિયર્સ શાળાના વિદ્યાર્થી સંકેત દોશીએ કોઇપણ સગવડ વગર અથાગ મહેનત કરીને ગુજકેટની પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવીને શાળા અને ભાવનગરનું નામ રોશન કર્યું છે.
Last Updated : Sep 8, 2020, 2:29 PM IST